આપણે જ આપણા તારણ હાર : ચાલો એક કદમ પાછળ કરીએ, સ્વયંભુ કર્ફ્યું- લોકડાઉન પાળીએ

0
233

જામનગર : કોરોના, કોરોના, કોરોના, હકારાત્મક કરતા નકારત્મ સમાચારની જે ભરમાર ચાલી છે તેનાથી સોસાયટીમાં નકારાત્મક સંદેશ પહોચી રહ્યો છે. સમાજમાં ભય ફેલાઈ રહ્યો છે. એવું ચિત્ર સામે આવ્યું છે. ત્યારે આ મહામારી સામે લડવાનો એક જ ઈલાજ છે. સાવચેતી અને સુરક્ષિત વ્યવહાર, દિવસે ને દિવસે સ્થિતિ વિકટ બની રહી છે. ત્યારે આપણે જ આપણા તારણહાર બનીએ એ સૂત્રને  મનમાં વણી લઇ અમલવારી કરીએ તો જ કોરોના સામેના જંગમાં વિજય પ્રાપ્ત કરી શકીશું, હાલ જે કર્ફ્યું અને સ્વૈચ્છિક લોકડાઉનની જે વિચારધારા ચાલી છે તે ખરેખર અકસીર ઈલાજ છે કોરોના સામેની લડાઈનો,

સવારે વહેલા ઉઠી તનને તંદુરસ્તી આપતા વાતાવારણમાં શારીરિક વર્ક આઉટ કરીએ, તાજો અને સંપૂર્ણ ખોરાક લઇ અને જો ખાસ ઈમરજન્સી  હોય તો જ ઘરની બહાર નીકળીએ, બસ આટલું જ તો કરવાનું છે કોરોના સામેની લડાઈ ચોક્કસથી જીતી  જઈશું. કદાચ ઘરથી બહાર નીકળવાનું થયું તો પરત આવીને તાત્કાલિક સેનેટાઈઝ થઇ ન્હાઈ લેવાથી કોરોના ઘરમાં આવતો અટકશે. અને હા વેક્સીન જરૂરથી મુકાવી લેશો, અનેક લોકો સમાજમાં નકારાત્મક પ્રચારનો મારો ચલાવી રહ્યા છે કે રશીકરણ માત્ર વાહિયાત છે. વગરે વગેરે પણ રસીકરણમાં કોઈ નકારાત્મક વાત જ નથી. વેક્સીન એકદમ સુરક્ષિત છે અને સમયની  માંગ પણ, હાલ જે જે ગામ-શહેરમાં કર્ફ્યું અને સ્વૈછિક લોકડાઉન અમલમાં છે તેનું તમામ નાગરીકો ચુસ્તપણે પાલન કરે તો આરામથી આ ચેઈન તોડી શકાશે અને સોસાયટી ફરી સ્વસ્થ બનશે. તો ચાલો પહેલું  સુખ તે જાતે નર્યા એમ અપનાવી લઇ દિનચર્યાનો ક્રમ બનાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here