લાલપુર : લગ્નના બે દિવસ બાદ પત્ની રીસામણે ચાલી ગઈ પછી પતિએ મંદિર પાસે કર્યું આવું કામ

0
498

જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામે એક યુવાને પોતાના શરીરે અંત્યંત જવલનશીલ પેટ્રોલ છાંટી સળગી જઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક પ્રસરી ગયો છે. યુવાનના લગ્નના બે દિવસ બાદ જ પત્ની રીસામણે ચાલી જતા લાગી આવ્યું હતું અને તેણે આ પગલું ભરી લીધું હોવાનું  પોલીસમાં જાહેર થયું છે.

લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામે ગઈ કાલે સાંજે મેલડી માતાના મંદિર પાછળ મહેશભાઈ મંગાભાઈ પરમાર ઉવ ૩૫ નામના યુવાને પોતાના શરીરે પેટ્રોલ છાટી, દીવાસળી ચાંપી સળગી જઈ, આપઘાત કરી લીધો હતો. મૃતકના પત્ની લગ્ન પછી બે-ત્રણ દીવસમાં આણે ગયા બાદ પરત  ન ફરતા રીસામણે બેસી ગયા હતા. આ બાબતને લઈને યુવાનને લાગી આવ્યું હતું. ગઈ કાલે પ્રથમ યુવાને મેકરન પેટ્રોલ પંપ પરથી એક લીટર પેટ્રોલ ખરીદ્યું હતું. ત્યારબાદ ચાંદીગઢ ગામ નજીક મેલડી માતાજીના મંદીર પાસે પોતાના હાથે પેટ્રોલ છાંટી સળગી જઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા લાલપુર પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી  હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here