જામનગર: મહિલા દિવસે યુવતીનો કોહવાયેલ દેહ મળી આવ્યો

0
850

જામનગર શહેરના ગીચ અને ટ્રાફિકથી ધમધમતા સાત રસ્તા વિસ્તાર પાસે ગટરમાંથી કો હવાયેલ હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ કરતા કારણ બહાર આવ્યું હતું. જોકે યુવતીની હત્યા કરવામાં ન આવી હોવાનું સામે આવતા પોલીસને પણ હાશકારો થયો છે.

જામનગર શહેરના સાત રસ્તા સર્કલ પેટ્રોલ પંપની પાછળ, આંગણવાડીના પાછળના ભાગે આવેલ ગટર એક મહિલાનો કોહવાયેલ મૃતદેહ પડ્યો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહ કબ્જે કરી ઓળખવીધી સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જો કે સ્થળ પર જ યુવતીની ઓળખ થવા પામી હતી. યુવતીના પરિવારજનોને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા.ઓસવાળ ગેઇટની આગળ સંતોષી માતાના મંદિર પાસે રહેતા ભોળા બાધા પરમારની 18 વર્ષીય પુત્રી સોનુબેન  હોવાનું સામે આવ્યું હતું. માનસિક બીમાર આ યુવતી ગત તા. પાંચમીના રોજ સાતેક વાગ્યાથી પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. આ બીમારીના કારણે જ તેણીની ખુલી ગટરમાં પડી જતા મૃત્યુ પામી હોવાનું જાહેર થયું છે. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here