જામનગર: 15 બાઇક અને ટ્રેકટર ટ્રોલી ચોરી કરનાર બેલડીને દબોચી લેવાઈ

0
544

જામનગર અને રાજકોટ પંથકમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીના ગુન્હાને અંજામ આપતા શખ્સોને દબોચી લેવામાં જામનગર સીટી બી ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે શહેરના નાગનાથ સર્કલ પાસેથી એક આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લઈ 15 બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જામનગરમાં આંખના પલકારે મોટરસાયકલ ઉઠાવી લેતી તસ્કર બેલડી, 15 બાઇક ચોરી કબૂલી, જુઓ સીસીટીવી ફુટેઝ

જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી અલ્પેશ ચંદ્રકાંત ટાંકનું સીલ્વર પટ્ટાવાળુ કાળા કલરનુ સ્પલેન્ડર બાઈક જેના રજી.નં.GJ-03-CJ-3331 ની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેને લઇને પોલીસે ફરિયાદ નોંધી સ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા ફુટેજ તપાસી જરૂરી વર્કઆઉટ કરવામાં આવેલ દરમ્યાન કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. ફુટેજ પરથી બે શખ્સો શંકાસ્પદ ચોરીમાં ગયેલ મોટરસાઇકલ ઝડપાયા હતા. જે લાલપુર બાયપાસ નજીકથી નરમાણાં જવાના પેરવીમાં હોવાનું જણાવાયું હતું.

ત્યારબાદ આ બનેં ઇસમનો ઝડપી લેવા પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બન્ને શકમંદ ઈસમો નાગનાથ નાકા વિસ્તારમાં આંટા મારતા હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા બન્ને બાઈક લઈ સ્વામિનારાયણ નગર તરફથી આવતા હતાં તેને અટકાવી તલાશી લેતા બન્નેએ પોતાનું નામ નથુભાઈ ખીમભાઈ કોટા (ઉ.વ.27 જેસીબી મલિક રહે. ભુપત આંબરડી, તાં. જામજોધપુર) અને કાયદાના સંઘર્ષ મા આવેલ કિશોર ઝડપાયો હતો. આરોપી પાસે રહેલ બાઈકની પોકેટ કોપ મોબાઈલ મા સર્ચ કરતા બાઈક ચોરીમાં ગયાનું ખુલ્યું હતું. જેથી પોલીસે બન્નેની આકરી પૂછપરછ કરતા વધુ 15 બાઈક ચોરાયાની કબૂલાત આપી હતી.જેમાંથી 7 જામનગર અને 8 રાજકોટથી ગાડી ચોરી હોવાની કબૂલાત આપતા પોલીસે બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here