દેવભૂમિ દ્વારકા: ભાણવડની સરકારી હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરાયું

0
546

જામનગર : દેવભૂમિ  દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતે આવેલ સરકારી હોસ્પિટલના ઓપરેશન થીયેટરને તાળા મારી દેવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશ બાદ સરકારી કચેરીઓને ફાયર સુવિધા વસાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ સરકારી હોસ્પિટલ પ્રસાસને ઘડો નહિ  લેતા આજે ફાયર દ્વારા ઓપરેશન થીયેટરને તાળા મારી શીલ કરી દેવામાં આવ્યું છે.

જયારથી રાજ્યમાં ખાનગી અને સરકારી સંસ્થાનોમાં આગજનીના બનાવો વધી ગયા છે ત્યારથી કોર્ટે સખ્તાઈ વર્તી છે. સરકારને પણ તાકીદ કરી ખાનગી અને સરકારી કચેરીઓમાં ફાયર સુવિધાઓ વસાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ છતાં પણ અનેક સરકારી વિભાગોમાં ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. દેવભૂમિ દ્વારકામાં આવેલ સરકારી વિભાગોને ફાયર દ્વારા તાકીદ કરવામાં આવી હતી છતા પણ ભાણવડ ખાતે સરકારી હોસ્પિટલના ઓપરેશન થીયેટરમાં  ફાયર સુવિધાઓ વિકસાવવામાં આવી ન હતી. જેને લઈને ફાયર શાખા દ્વારા આજે હોસ્પિટલમા આવેલા ઓપરેશન થિયેટર ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ફાયરની ટીમે સીલ મારી દીધું હતું. ભાણવડ પીએચસી સેન્ટરના ઓપરેશન થિયેટર ને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર જીલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here