જામનગર : લાખેણા જુગારમાં મહિલાઓ સહીત બંને જીલ્લાના પન્ટરો ઝબ્બે , જાણો કોણ છે

0
728

જામનગર : જામનગરમાં ગઈ કાલે સીટી બી ડીવીજન પોલીસે દરોડો પાડી રોકડ સહીત સવા ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે મહિલાઓ સહીત નવ પન્ટરોને પકડી પાડ્યા છે.

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં બ્લોક નં. ઈ/૩૩માં રહેતા અને હોટેલના ધંધા સાથે સંકળયેલ સહદેવસિંહ ઉર્ફે બાબભા નાનભા વાઢેર પોતાના ઘરે જુગાર રમાડતા હોવાની હકીકતના આધારે ગઈકાલે સીટી બી ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં મકાન માલીક તેમજ તેની સાથે ભુમિક પ્રકાશભાઈ જટણીયા જાતે લુહાણા ઉ.વ ૨૭ ધંધો વેપાર રહે. નવાપરા શેરી નં. ૬, પરીશ્રમ રેસ્ટોરન્‍ટ” પાછળ તા.જામ ખંભાળીયા જી. દેવભુમિદ્વારકા, સંદીપભાઈ હસમુખભાઈ રૂઘાણી જાતે લુહાણા ઉ.વ ૩૫ ધંધો ખા.નોકરી રહે. જલારામનગર, બંગ્લાવાડી ક્વાટર નં. ૧૫ તા.જામ ખંભાળીયા જી. દેવભુમીદ્વારકા, નીલેષભાઈ દિપકભાઈ લવા જાતે બ્રામ્હણ ઉ.વ ૨૭ ધંધો પ્રા.નોકરી રહે. પંજાબ બેંક પાસે, રણજીત રોડ, લવાનો ડેલો જામનગર, પ્રકાશભાઈ હસમુખભાઈ ખાખરીયા જાતે લુહાણા ઉ.વ ૩૦ ધંધો પ્રા.નોકરી રહે. રામેશ્વરનગર, મહાદેવના મંદિરની સામે શેરી નં. ૧, જામનગર, અલ્પાબેન ભાવેશભાઈ હરીદાસ સામાણી જાતે લુહાણા ઉ.વ ૩૩ ધંધો ઘરકામ રહે. દેવુભાનો ચોક શાકમાર્કેટ પાસે જામનગર, આરતીબેન વા/ઓફ રવીભાઈ જેન્‍તીભાઈ ચૌહાણ જાતે રજપુત ઉ.વ ૨૮ ધંધો ઘરકામ રહે. રાજપાર્ક રિલાયન્‍સ પેટ્રોલ પંપ પાછળ આદિત્યપાર્ક જામનગર, હંસાબેન પ્રદીપભાઈ હરીભાઈ જાળખવા જાતે ગઢવી ઉ.વ ૪૮ ધંધો ઘરકામ રહે. લીમડા લાઈન ૧, રાજલક્ષ્મી બેકરીની બાજુની ગલીમાં જામનગર,  સરોજબેન અશ્વીનભાઈ પ્રેમશંકરભાઈ પંડ્યા જાતે બ્રામ્હણ ઉ.વ ૪૦ ધંધો ઘરકામ રહે. ખોડીયાર કોલોની શેરી નં. ૩, રિલાયન્‍સ પેટ્રોલ પંપ વાળો ઢાળીયો જામનગર વાળા સખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. તમામ સખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૯૦,૩૦૦ની રોકડ અને એક કાર રૂપિયા ત્રણ લાખ તેમજ નવ મોબાઈલ રૂપિયા ૭૧,૨૦૦ સહીત રૂપિયા ૪,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here