કોઈ ફ્રેન્ચાઈઝીનું કહે તો લલચાઈ ન જતા, મહિલા સાથે થઇ છે છેતરપીંડી

0
563

જામનગર: એસએમએસ, મોબાઈલ કોલિંગ, બેંક પીન, અને ઓનલાઈન સોપિંગ કરાવતી સાઈટના નામે અનેક વ્યક્તિઓ સાથે છેતરપીંડી થયાની ઘટનાઓ સામે આવી છે ત્યારે નવસારી જીલ્લામાંથી નવતર છેતરપીંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાના મેકડોનાલ્ડની ફ્રેન્ચાઇઝીની લાલચ આપી ભેજાબાજોએ લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

નવસારી જીલ્લાથી આંખ ઉઘડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જલાલપોર ખાતે રહેતી એક મહિલાને અમુક સખ્સોએ ઓનલાઈન સંપર્ક કરી મેક ડોનાલ્ડની ફ્રેન્ચાઇઝી આપવાની વાત કરી હતી. સમયાન્તરે મહિલાનો સંપર્ક કરી ધીધીરે આ સખ્સોએ મહિલાને લલચાવી ફ્રેન્ચાઇઝી માટે માનવી લીધી હતી. ત્યારબાદ આ ટોળકીએ તેણી પાસેથી સમયાન્તરે રૂપિયા ૩૨.૭૮ લાખની રકમ વસુલી લીધી હતી. છતાં પણ કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા તેણીએ મુંબઈની શાખાનો સંપર્ક કર્યો હતો, આવી કોઈ ફ્રેન્ચાઇઝી અંગેની પ્રક્રિયા તેઓના દ્વારા નહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મહિલાને છેતરાયા હોવાનો અનુભવ થયો હતો જેથી તેણીએ અજાણ્યા સખ્સો સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સો સમાજ માટે લાલબતી રૂપ છે. ઓનલાઈનના નામે કોઈ ગમે તેવી લાલચ આપે તો પણ તેનોની માયાજાળમાં ન ફસાવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here