જામનગર : જીલ્લામાં મોડી રાત્રે માત્ર આઠ મિનીટમાં ભૂકંપના ત્રણ આંચકાઓ

0
602

જામનગર : જામનગર જીલ્લામાં નવ દિવસથી શરૂ થયેલ ધરતી અંદરનો સળવળતા અત્યાર સુધી અવિરત રહેતા ફેલાયેલ ભય યથાવત રહ્યો છે. ગત રાત્રે માત્ર આઠ મિનીટમાં ત્રણ આચકા અનુભવાયા છે. જો કે ભય વચ્ચે આ ત્રણેય આંચકાઓની રીચેસ સ્કેલ પર ન્યુનતમ તીવ્રતા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે નવ દિવસમાં તેર આંચકાઓ નોંધાયા છે.

જામનગર જીલ્લામાં કાલાવડ પંથકની જૂની ફોલ્ટ લાઈન ફરી સક્રિય થઇ છે. દર ચોમાસામાં આ ફોલ્ટ લાઈન સક્રિય થતી જોવા મળી છે. આ વખતે પણ જૂની ફોલ્ટ લાઈન સક્રિય થતા જામનગર જીલ્લામાં છેલ્લા નવ દિવસથી ધરતીકંપના હળવા આચકા અનુભવાઈ રહ્યા છે. ગત રાત્રે પણ જીલ્લાની ધરા ત્રણ વખત ધ્રુજી ઉઠી હતી. મોડી રાત્રે ૧૨: ૪૦ વાગ્યે ૧.૮ અને ૧૨:૪૫ વાગ્યે ૧.૬ તેમજ ૧૨: ૪૮ વાગ્યે ૨.૧ની તીવ્રતાના ત્રણ આચકા અનુભવાયા છે.

આ ત્રણેય આચકાઓનું કેન્દ્રબિંદુ કાલાવડ તાલુકાના લલોઈ, ડુંગરાની દેવળિયા અને ચેલાબેડી ગામ નજીક દર્સાવાયું છે. માત્ર આઠ મીનીટમાં ત્રણ આચકાઓ આવતા સપ્તાહથી ફેલાયેલ ભયનો માહોલ વધુ પ્રબળ બન્યો છે. આ ત્રણ આચકાઓ મળી  છેલ્લા નવ દિવસમાં ૧૩ આચકા નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here