સીઆર પાટીલની અડધી પીચે બેટિંગ, આજે જે કહ્યું તેનાથી અનેક નેતાઓ મુંજાયા

0
1016

જામનગર : ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ સી આઈ પાટીલ આજકાલ અડધી પીચે આવી રમી રહ્યા છે. એક પછી એક નિર્ણયો અને નિવેદનોને લઈને પાર્ટીમાં પેંધી ગયેલ અને જુથવાદ ચલાવતા કાર્યકરો અને નેતાઓને સબક શીખવી રહ્યા છે. આજે પણ પાટીલએ વધુ કડક કામગીરીનો નિર્દેશ આપ્યો છે અને પોતાની કાર્યશૈલીનો ચિતાર રજુ કર્યો છે. આજે પાર્ટીમાં ટીકીટ અને શક્તિ પ્રદર્શનને લઈને મહત્વનું નીવેદન કરી સ્પષ્ટ કરતા અનેક નેતાઓ અને કાર્યકરોમાં સોપો પડી ગયો છે.

અંગે આજે રાજકોટ ખાતે  પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલએ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે, જે જ્ઞાતિ આધારિત પ્રદર્શન કરીને ટિકિટ માંગવાનો પ્રયત્ન કરશે તેને ડિસ્કોલિફાઇડ ગણી લેવામાં આવશે. કાર્યકરોના કામ, કાબેલિયત અને કાર્યશેલીને આગામી સમયમાં ચુટણી લડાવવા અને ટિકિટ આપવામાં આવશે એમ કહ્યું હતું. આ ઉપરાંત કાર્યકર કે નેતા જૂથવાદ કરશે તેને ચલાવી લેવામાં અહીં આવે એમ કોગ્રેસની ડીપોઝીટ જમા થાય તેવી જીત સાથે કાર્યકરોને પાર્ટી માટે કામ કરવાનું આહ્વાન કર્હ્યું હતું. જિલ્લા સંગઠન બેઠકમાં પેજ કમિટી બનવાનું જિલ્લા પ્રમુખને મહતવ સમજાવી પાઠ ભણાવ્યા હતા. આ ઉપરાંત મતદાર યાદીમાં જેમનું નામ હોય અને ભાજપના કાર્યકર હોય તેને પેજ પ્રમુખ નિમણૂક કરવામાં આવશે એમ પણ સ્પષ્ટ કર્યું હતું. આજે પાટીલે રાજકોટમાં કાર્યકરો સાથે બેઠક કરી પોતાની કાર્યશૈલી સ્પષ્ટ કરી હતી. આ ઉપરાંત કાર્યકરોને જુથવાદ છોડવાના સંકલ્પ લેવડાવી ટકોર અને તાકીદ પણ કરી હતી કે રૂપાણી છે અને ટીકીટ મળી જશે એવો ભ્રમ પણ કાઢી નાખવા તાકિદ કરી હતી. પ્રમુખ બન્યા બાદ પાટીલે જે રીતના બેટિંગ શરુ કરી છે તે રીતે અનેક નેતાઓનો મુંજારો વધી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here