Vedio : મીઠાપુરની ટાટા કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ દ્રશ્યો

0
1184

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતે આવેલ બહુ આયામી ટાટા કંપનીમાં આજે બપોરે એકાએક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી છે. જો કે કંપની તરફથી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ધુમાડાઓના ગોટેગોટા ઉંચે ઉંચે સુધી જોવા મળ્યા છે. આગને નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોનું માનવામાં આવે તો નોર્ધન યાર્ડમાં રાખવામાં આવેલ વેસ્ટ સામાનમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. જો કે કંપની તરફથી સતાવાર કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. કોઈ કેજ્યુલટી કે નુકસાની અંગેના કોઈ સતાવાર સમાચાર સાંપડ્યા નથી.

અમદાવાદના કાપડના ગોડાઉનમાં થયેલ બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગમાં બાર વ્યક્તિઓના મૃત્યુની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં આજે મીઠાપુરની મહાકાય ટાટા કંપનીમાં કોઈ પણ કારણસર આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરી લેતા છેક દસ કિલોમીટરથી આકાશ તરફ સતત આગળ વધતા ધુમાડાઓના ગોટેગોટા જ નજરે પડતા હતા.

સુત્રોનું માનવામાં આવેતો કંપનીના કાર્યરત નોર્હ્ત્દ યાર્ડમાં રાખવામાં આવેલ નકામાં સામાનમાં કોઈ પણ કારણસર આગ લાગી હતી જે એકાએક વિકરાળ હતી. આ બનાવના પગલે કંપની અધિકારીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીના જ  ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસો શરુ કરાયા છે. આ લખાય છે ત્યારે આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું નથી. બીજી તરફ આગની આ ઘટના અંગે કંપની તરફથી  કોઈ જવાબ કે કારણ આપવામાં આવ્યું નથી.

મીઠાપુર : ટાટા કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ,જુઓ ભયાનક દૃશ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here