ખંભાળીયા : પૂર્વ ધારાસભ્યના ભત્રીજો ક્રિકેટનો સટ્ટો લેતા પકડાયો

0
1323

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના માજી ધારાસભ્ય મેરામણ ગોરીયાના ભત્રીજા સંચાલિત ક્રિકેટના સટ્ટા પર સ્થાનિક પોલીસે દરોડો પાડી એક લાખની મતા સાથે બે સખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે બંને સખ્સોના કબજામાંથી રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂર્વ ધારાસભ્યના ભત્રીજા પકડાઈ જતા શહેરમાં ચર્ચાઓ જાગી છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે જોધપરનાં નાકે ભીખાભાઈ ફટાકડાવાળાની બાજુમાં જાહેરમાં ઉભા રહી અમુક સખ્સો શક્તિનગર વિસ્તારમાં નારણવાડીમાં રહેતા વિજય સામતભાઈ આહીર અને જૂની મામલતદાર ઓફીસ પાસે ફેનિલભાઈ પંકજભાઈ મશરૂ નામના સખ્સો આઇપીએલની મુંબઈ અને દિલ્લી વચ્ચેની મેચમાં હારજીત, રનફેર અને સેસન સહિતની બાબતે સટ્ટો લેતા હોવાની  ચોક્કસ હકીકતના આધારે સ્થાનિક પોલીસે દરોડો પડ્યો હતો. જેમાં બંને સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે બંને સખ્સોના કબજામાંથી મોબાઈલ અને રોકડ સહિત રૂપિયા ૧,૨૪,૩૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ સટ્ટાની કપાત ખંભાલીયામાં જ રહેતા રુચીલ પાબારી મોબાઈલ નંબર ૯૬૦૧૩૨૨૫૭૯ અને પોરબંદરમાં રહેતા પ્રકાશભાઈ જુંગી મોબાઈલ નંબર ૯૮૨૪૬ ૫૧૦૦૧ વાળા સખ્સો પાસે કરવામાં આવતી હોવાની  વિગતો સામે આવી હતી. આ દરોડામાં સામે આવેલ વિગત એ છે કે આરોપી વિજય માજી ધારાસભ્ય મેરામણભાઈ ગોરીયાનો ભત્રીજો થાય છે. જે મેરામણભાઈના નાના ભાઈ સામતભાઈનો ભત્રીજો થાય છે. રાજકીય  અગ્રણીનો ભત્રીજો સટ્ટામાં પકડાયો હોવાની વિગતો સામે આવતા શહેરમાં ચર્ચાઓ વધુ પ્રબળ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here