જામનગર : બાઇક સવાર શ્રમિક પિતા-પુત્રને નડ્યો અકસ્માત, બંનેના મોતથી અરેરાટી

0
431

જામનગર અપડેટ્સ :જામનગર નજીક ઠેબા ચોકડી પાસે કોઈ અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચાલક પિતા પુત્રના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. અલિયાબાળા પાટિયા નજીક રહેતા પિતા પુત્રના મૃત્યુના પગલે શોકનું મોજું પ્રસરી ગયું છે. પોલીસે અકસ્માત નિપજાવી નાશી ગયેલ એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધી છે.

અરેરાટીભર્યા બનાવની વિગત મુજબ, આજે રાત્રે શહેરની ભાગોળે આવેલ લાલપુર-ખીજડિયા બાયપાસ રોડ પાસેના કાલાવડ તરફ જતા માર્ગ પર આઈઓસી સામે આવેલ માર્ગ પર પસાર થતા જીજે ૧૦ બીએલ 8883 નંબરના બાઇકને પુર ઝડપે દોડતી એક એસટી બસે જોરદાર ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો. જેમાં બાઇક સવાર અજય રધાભાઈ સિંઘવ ઉવ 14, રધાભાઈ ભુલાભાઈ સિંઘવ ઉવ 40 રે. અલીયાબાળા જામનગર વાળા પિતા પુત્ર બાઇક પરથી ફંગોળાઈ ગયા હતા અને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ ચુડાસમા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માત નિપજાવી એસટી બસનો ચાલક નાશી ગયો હોવાનું સામે આવ્યું છે. આ બનાવના પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. પોલીસે એસટી બસ ચાલક સામે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here