મહાજંગ : વોર્ડ નં. 16માં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળશે, પંજાને પરાસ્ત કરવાનો મતદારોનો સંકલ્પ

0
261

જામનગર : પ્રચાર પ્રસારના પડઘમ શાંત થાય તે પૂર્વેનો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ઝંઝાવાત ભાજપની પેનલ નિશ્ચિત હોવાનો સંકેત આપી રહ્યો છે.  જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં. 16માં ભારતીય જનતા પાર્ટીએ શિક્ષીત ઉમેદવારોની જે પેનલ ઉતારી છે જેને લઈને શરૂઆતથી જ ભાજપ તરફી માહોલ બની ગયો છે તેના પરથી એવું લાગે છે કે, તા. 23મીએ પરીણામના રોજ વોર્ડ નં.16માં ભાજપમાં દિવાળી નિશ્ર્ચીત છે બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે. કાર્યાલયના ઉદ્ઘાટનથી માંડી કાર્યકર્તા સંમેલન, ડોર ટુ ડોર પ્રચાર, બાઈક રેલી અને સભાઓમાં મળેલા જંગી પ્રતિશાદ આ વોર્ડમાં ભાજપની પેનલના અભૂતપૂર્વ વિજયની ગવાહી પૂરે છે.

જામનગરના વોર્ડ નં. 16 માં ભાજપના ઉમેદવાર વિનોદભાઇ નાથાભાઇ ખીમસૂર્યા, ગીતાબા મહાવીરસિંહ જાડેજા, પાર્થ પરસોત્તમભાઇ કોટડીયા, અને ભારતીબેન અશોકભાઇ ભંડેરીને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા આ વિસ્તારના મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કોંગીના વાવટા વીંટી નાખવા કેશરીયા છાવણીમાં ભારે થનગનાટ વ્યાપ્યો છે, જનતા જનાર્દનનો એક જ અવાજ છે કે, ભાજપ સિવાય વાત નહીં, સાધના કોલોનીના જલારામ મંદિર ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન મળ્યું હતું, જેમાં તમામ લત્તાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, રાત-દિવસ જોયા વિના કાર્યકર્તાઓ ચારેય ઉમેદવારોને જંગી લીડથી ચૂંટી કાઢવા મહેનત કરી રહ્યા છે, દરેડ જીઆઇડીસી ફેસ-3 ખાતે ગૌશાળાના કાર્યકર્તાની જંગી જાહેરસભા યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાજપની પેનલને ચૂંટી કાઢવા આહવાન કરવામાં આવ્યું હતું, દરમ્યાનમાં આજે બપોરે વોર્ડ નં. 16 ના ભાજપના મુખ્ય કાર્યાલય ખાતેથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આમ વોર્ડ નં. 16 ની ભાજપની પેનલને ઐતિહાસિક જીત અપાવવા માટે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 16 માં ઝંઝાવાતી પ્રચાર પ્રસાર અને જંગી સભાઓથી ચારે તરફ કેશરીયો માહોલ સર્જાયો છે.

જામનગરના વોર્ડ નં. 16 ના યુવાન, કાર્યશીલ, સંનિષ્ઠ, શિક્ષિત ઉમેદવારોની પેનલને ચૂંટી કાઢવા ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ભાજપના ઉમેદવાર ગીતાબા મહાવીરસિંહ જાડેજા, ભારતીબેન અશોકભાઇ ભંડેરી, વિનોદભાઇ નાથાભાઇ ખીમસૂર્યા અને પાર્થ પરસોત્તમભાઇ કોટડીયા આ ચારેય ઉમેદવારો જ્યાં જ્યાં જાય પ્રચારમાં જાય છે ત્યાં ત્યાં ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે, ફૂલડે ફૂલડે વધાવીને જંગી બહુમતિથી વિજયી અપાવવા મતદાતાઓએ દ્રઢ નિર્ધાર કર્યો છે,  બે દિવસ પહેલા સાધના કોલોની જલારામ મંદિર ખાતે  ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં. 16 નું કાર્યકર્તા સંમેલન મળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, ચારેય ઉમેદવારોના પ્રચાર-પ્રસાર માટે તમામ કાર્યકર્તાઓ સખ્ત મહેનત કરી રહ્યા છે, કાર્યકર્તા સંમેલનમાં સર્વાંગી વિકાસની અને જનસુખાકારીની વાત મૂકીને કમળના નિશાન પર મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી, આ કાર્યકર્તા સંમેલનમાં કેબીનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુ, રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ, શહેર પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઇ પટેલ દ્વારા માર્ગદર્શન પુરૂં પાડીને વોર્ડ નં. 16 ના ચારેય ઉમેદવારોને જંગી લીડથી ચૂંટી કાઢવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

વિશાળ કાર્યકર્તા સંમેલનના કાર્યક્રમમાં ઉપસ્થિત ચારેય ઉમેદવારોને વોર્ડના વાલીશ્રી પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, વોર્ડ પ્રમુખ નિલેશસિંહ જાડેજા, વોર્ડના મહામંત્રી ધનજીભાઇ કછટીયા, યોગેશભાઇ ભટ્ટ, ચૂંટણી ઇન્ચાર્જ શૈલેષભાઇ મારૂ, પ્રભારી મુકેશભાઇ લાલવાણી, પૂર્વ ડે.મેયર ગોવિંદભાઇ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર નીતાબેન પરમાર, સી.ડી. મકવાણા, હસમુખભાઇ રાવલીયા, એમ.ડી. મકવાણા સહિતના અગ્રણીઓ, સર્વે કાર્યકર્તા ભાઇઓ-બહેનો, વડીલો, ઉપસ્થિત રહ્યા હતા, ભારે ઉત્સાહ સાથે સંમેલન યોજાયું હતું.

ચૂંટણીના પ્રચારના ભાગરૂપે વોર્ડ નં. 1પ અને 16 માં ભાજપની પેનલને જંગી બહુમતિથી ચૂંટી કાઢવા જંગી જાહેર સભા યોજાઇ હતી, શ્રી માં દર્શન ગૌશાળા કાર્યકર્તા જામનગર દ્વારા દરેડ જીઆઇડીસી ફેસ-3 ખાતે યોજાયેલી જંગી જાહેરસભાને રાજ્ય સરકારના મંત્રી આર.સી. ફળદુ સહિતના મહાનુભાવોએ સંબોધી, ઉપસ્થિત રહી, સૌનો સાથ… સૌનો વિકાસ… સૌનો વિશ્ર્વાસ,,, સાર્થક કરવા અને ગતિશીલ જામનગરની વણથંભી વિકાસયાત્રાના સહયોગી બનવા ભાજપના ઉમેદવારોને જવલંત વિજય અપાવવા સૌને નમ્ર અપીલ સહ આહવાન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં જંગી મેદની ઉમટી પડી હતી. વોર્ડ નં. 16 માં ચારે બાજુ કેશરીયો માહોલ જોવા મળી રહ્યો છે, ડોર ટુ ડોર વિવિધ વિસ્તારોના લોકસંપર્કમાં ચારેય ઉમેદવારોને ઐતિહાસિક વિજય અપાવવા મતદાતાઓમાં અનેરો થનગનાટ નજરે પડતો હતો. પ્રચંડ આવકારથી હરીફોની છાવણીમાં સોપો પડી ગયો છે, ભાજપ તરફી માહોલ જોતા કોંગીના સૂપડા સાફ થશે, તે નક્કી છે. દરમ્યાનમાં વોર્ડ નં. 16 ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા, પાર્થ કોટડીયા, ભારતીબેન ભંડેરી અને વિનોદભાઇ ખીમસૂર્યાના સમર્થનમાં શુક્રવાર સંગમ બાગ સામે આવેલા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતેથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મકકમ છે ગુજરાત અડીખમ ભાજપના સૂત્ર સાથે શરુ થયેલ વિશાળ બાઈક રેલીમાં સવાર ચારેય ઉમેદવારોનું અલગ અલગ વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.. આ બાઇક રેલી વોર્ડ નં. 16 ના તમામ વિસ્તારોમાં ફરી ત્યારે જે લોક જુવાળ જોવા મળ્યો તે જોતા એવું નીશ્ચચિત કહી શકાય કે આ વખતે વોર્ડ નંબર ૧૬માં ભાજપની પેનલ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here