જામનગર : છે ભાજપાની તાકાત વોર્ડ નંબર બારમાં ખાતું ખોલાવી શકે ? કોંગ્રેસની પેનલ છે વિનમાં

0
772

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનને હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વોર્ડ નં. ૧રના કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ઉમેદવારોની પેનલના ઝંઝાવાતી પ્રચાર અને ચોમેરથી મળી રહેલા લોકોના સ્વયંભૂ સમર્થનથી હરીફ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે.

આ વોર્ડમાંથી કોંગ્રેસના અલ્તાફભાઈ ખફી તથા અસ્લમભાઈ ખીલજીની આગેવાની હેઠળની પેનલ દ્વારા ડોર-ટુ-ડોરનો સઘન લોકસંપર્ક, ગ્રુપ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ બન્ને ઉમેદવારો મનપામાં વિપક્ષના નેતા પદે રહી ચૂક્યા છે. આ બન્ને યુવા નેતાઓએ વિરોધપક્ષની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી પ્રજાની અનેક સમસ્યાઓ અંગે ઉગ્ર લડતો ચલાવી છે. પોલીસ દ્વારા અટકાયતો પણ થઈ છે. ફેમીદાબેન રીઝવાનભાઈ જુણેજાના પતિ રીઝવાનભાઈએ પણ આ વોર્ડના પ્રશ્નો અંગે સતત રજુઆતો કરી એક જાગૃતતાનું ઉદાહરણ પૂરૃં પાડયું હતું અને પરિણામે વોર્ડવાસીઓ આ પેનલના ચારેય ઉમેદવારો માટે સ્વયંભૂ પ્રચારકાર્ય  કરી રહ્યા છે. અલ્તાફભાઈ ખફીએ ગત ટમમાં વિપક્ષના નેતા તરીકે સુપેરે જવાબદારી સંભાળી દરેક જનરલ વોર્ડની સભામાં પ્રજાના પ્રશ્નને આક્રમક રીતે રજુ કરી પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્ન શીલ રહ્યા હતાં. આ ઉપરાંત વોર્ડના વિકાસ કામો માટે પણ હંમેશા ખડે પગે રહીને કામ કરાવ્યા છે. કોંગ્રેસના સરકાર વિરોધના દરેક કાર્યક્રમોમાં ખુબ જ સક્રીયપણે અનેક લડતો-આંદોલનો, ધરણામાં જોડાયા હતાં. અને અટકાયતો પણ વહોરી હતી. આમ લડાયક નેતા તરીકે જાગૃત લોક સેવક તરીકે અલ્તાફભાઈ વોર્ડવાસીઓમાં લોકપ્રિય છે.

અસલમભાઈ ખીલજીએ ઉગ્ર રજુઆતો કરીને આ વોર્ડમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઈપ લાઈન વગેરેના કાર્યાે તાબડતોબ કરાવ્યા છે. તેમજ આ બન્ને નેતાઓએ ગઢની રાંગ આસપાસના વિસ્તારોમાં સીસી રોડ, ડામર રોડ, પેવર બ્લોકના કામો મંજુર કરાવી કામ ઉપર સતત ઉભા રહીને કામને પૂર્ણ કરાવ્યા છે. રંગમતી નદીની સફાઈના મુદ્દે તેઓ સતત લડત ચલાવતા રહ્યા છે. જ્યારે મહિલા સીક્ષીત ઉમેદવાર એડવોકેટ જેનબબેન ખફીએ પણ ગત ટમમાં એક લડાયત નેતા તરીકે અનેક પ્રશ્નની રજુઆત કરીને તેના ઉકેલમાં સફળતા મેળવી છે.

આ ઉપરાંત લોકડાઉનના કપરા સમયગાળામાં જામનગર થી અનેક પરપ્રાંતીય મજુરોને ભોજન-નાસ્તાની વ્યવસ્થા સાથે સ્વ ખર્ચે બસમાં તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.

આ વોર્ડમાં કોંગ્રેસના નેતાઓ વોર્ડવાસીઓના પ્રશ્ને ચોવીસ કલાક ઉપલબ્ધ રહ્યા છે અને ખડે પગે રહીને તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. કુદરીત આફતો વખતે પણ સેવાકાર્યાે કરીને વોર્ડના મતદારોમાં સન્માન જનક સ્થાન પામ્યા છે.

ચાર જમાત દ્વારા સન્નમાન

આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો અસલમભાઈ ખીલજી, અલ્તાફભાઈ ખફી, જેનમબેન ખફી, ફેમીદાબેન જુણેજાનું ઉમરજુન કબ્રસ્તાનની ચાર જમાત જેમાં આરબ જમાત, પટણી જમાત, સીદી જમાત તથા ગુજરાતી જમાતના હાજી અબ્બાસભાઈ (પ્રમુખ), કુરેશી જુસબભાઈ (પ્રમુખ), આરફ અબ્દુલા કાદર (ઉપપ્રમુખ) તથા રફીકભાઈ વજુગડા (ઉપપ્રમુખ) દ્વારા સન્નમાન કરી જંગી સરસાઈથી વિજેતા બનો તેવી શુભેચ્છા પાઠવી હતી.

ચાકી સમાજનું સમર્થન

વોર્ડ નં. ૧રમાં કોંગ્રેસના યુવા નેતાઓ સાથેની પેનલ સામે કોઈ હરીફ ઉમેદવાર ટકી શકે તેવી સ્થિતીમાં નથી અને આ સંજોગોમાં કોંગ્રેસના ઉમેદવારોને તમામ વર્ગના લોકો અને તમામ સમાજના આગેવાનોનું સમર્થન મળી રહ્યું છે. ચાકી સમાજના પ્રમુખ તથા અન્ય આગેવાનોએ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કરીને તેમને જીતાડવાનો સંકલ્પ કર્યાે છે.

આમ સમગ્ર રીતે વોર્ડ નં. ૧રમાં કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં એક તરફી માહોલ સર્જાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here