જામનગર : વોર્ડ નંબર આઠમાં ભાજપની પેનલ થશે રીપીટ, આ રહ્યા કારણો

0
170

જામનગર:  જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૮માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દિવ્યેશભાઈ અકબરી, કેતનભાઈ ગોસરાણી, તૃપ્તીબેન ખેતીયા તથા સોનલબેન કણઝારીયા દ્વારા સમગ્ર વોર્ડમાં આયોજનબધ્ધ રીતે ડોર-ટુ-ડોર લોક સંપર્ક અતિ વેગવંતો બની રહ્યો છે.

આ વોર્ડના કામદાર કોલોની, રણજીતનગર આઈ-૧ થી આઈ-૯ સુધી, આશાપુરા હોટલથી ગોકુલનગર, નવાનગર સોસાયટી, ન્નવાનગર બાજુની સોસાયટી, વ્રજધામ સોસાયટી, સાયોનારા શેરી, નારાયણ નગર, કૈલાશનગર, દ્વારકેશ સોસાયટી, રામનગર શેરી નં. ૧ થી ૮, એકતા એપાર્ટમેન્ટ વાળી શેરી, પ્રજાપતી વાળી, ગોકુલનગર સતવારા સમાજન વાળી, ખાખી નગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી તમામ વર્ગના મતદારો દ્વારા ભાજપની પેનલના ઉમેદવારોને સમર્થન જાહેર કરી જંગી સરસાઈથી વિજેતા બનાવવાનો કોલ આપવામાં આવતાં આ વોર્ડમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચોમેર માત્ર ભાજપ-ભાજપ જ છવાઈ ગયું છે.

આ વોર્ડના ભાજપના ઉમેદવારોમાં દિવ્યેશભાઈ અકબરી એક અનુભવી કોર્પાેરેટરની પ્રતિષ્ઠા ધરાવે છે અને ગત બોર્ડમાં તેમની આગેવાની હેઠળ આ વોર્ડના તથા શહેરના અનેક વિકાસ કાર્યાે થયા છે. આ વોર્ડમાં તેઓ સતત લોકો વચ્ચે લોકોના સંપર્કમાં રહ્યા છે અને લોકોના રોજ-બરોજના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અંગે સતત જાગૃત રહીને પ્રશ્નોનો ઉકેલ લાવ્યો છે, જેથી વોર્ડ વાસીઓમાં આવા કાર્યશીલ નેતાને અને તેમની પેનલના સાથી ઉમેદવારોને મત આપવાનું મન બનાવી લીધું હોય તેવું એક તરફથી વાતાવરણ સમગ્ર વોર્ડમાં છવાઈ ગયું છે. વાર્ડ નં. ૮માં વસતા વિવિધ સમાજ જેમ કે બ્રહ્મસમાજ, સીંધી સમાજ, પાટીદાર સમાજ, સતવારા સમાજના આગેવાનો તેમના લત્તા-વિસ્તારમાં ભાજપના ઉમેદવારો સાથે લોક સંપર્કમાં જોડાયા છે અને કમળને મત આપવા અનુરોધ કરી રહ્યા હોય ભાજપના ઉમેદવારોને તમામ વર્ગમાંથી જબરો આવકાર મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here