જામનગર : વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ છે ફાઈનલ, વિશાળ રેલીમાં મતદારોનું સમર્થન

0
262

જામનગર : મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચારનો સંખનાદ થંભી જાય તે પૂર્વે વોર્ડ નંબર આઠના ઉમેદવારોએ ભવ્ય રેલી કાઢી ભાજપની પેનલમાં મતદાન કરવાની અપીલ કરી છે.

આજે વોર્ડ નંબર 8 ના લોકપ્રિય ઉમેદવારો દિવ્યેશભાઈ અકબરી, કેતનભાઈ ગોસરાણી, તૃપ્તિબેન ખેતીયા અને સોનલબેન કણજારીયાના સમર્થનમાં આજે એક વિશાળ સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ રેલીમાં જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી ભાજપના કાર્યકરો સહીત વિસ્તારના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં આ સ્કુટર રેલીમાં જોડાયા હતા,

ભાજપના આગેવાન અને આ વિસ્તારના લોકપ્રિય પૂર્વ કોર્પોરેટર અને હાલ ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ પણ “જામનગર અપડેટ્સ” સાથેની વાતચીતમાં આ વિસ્તારના મતદારો ભાજપની પેનલ જંગી બહુમતીથી વિજેતા બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.અને તેમની પેનલ આવતા 5 વર્ષ માટે પણ વિસ્તારના પ્રશ્નો અને વિકાસ કામો માટે દોડતી રહેશે તેવું વચન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here