ત્રણ વોર્ડમાં જૈન સમાજના સમર્થને ભાજપના ઉમેદવારોની જીત પાકી કરી

0
331

જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી ભાજપા પક્ષ દ્વારા પ્રચાર-પ્રસારનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રચાર-પ્રસાર આખરી તબકકામાં પહોંચ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તારોમાં વિવિધ સમાજના અગ્રણીઓ-હોદ્ેદારો સાથે રૂબરૂ સંપર્ક કરી પ્રચાર અભિયાનને વેગવંતો બનાવવા દિવસ-રાત એક કરવામાં આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી  માટે ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર દ્વારા મતદારોને રૂબરૂ સંપર્ક કરી ભાજપાની વિકાસગતિઓ અને ભાજપાના શાસન દરમિયાન થયેલા વિકાસ કાર્યોથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં વિવિધ સમાજો દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. વોર્ડ નં.5 ના ભાજપાના ઉમેદવારોને પણ વિવિધ સમાજો દ્વારા સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં જૈન સમાજ, પટેલ સમાજ, બ્રહ્મ સમાજની મિટિંગો યોજાઈ હતી. જેમાં પણ વિવિધ વોર્ડમાં ભાજપાને સમર્થન આપવા નકકી કરાયું હતું.

તાજેતરમાં ચાંદીબજાર નજીક આવેલા લોકાગચ્છના વંડામાં જૈન સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં જૈન સમાજના અગ્રણીઓએ વોર્ડ નં.5, 8 અને 9 ના ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતિથી વિજય બનાવવા અપીલ કરી હતી. આમ આ ત્રણેય વોર્ડમાં જૈન સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો આપ્યો છે. આ તકે ઉપસ્થિત પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જૈન સમાજની ભાજપા પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી અને જૈન સમાજના મતદારો ભાજપાની પેનલને જંગી લીડ અપાવશે તેવી ખાતરી આપી હતી. આ મિટિંગમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે જૈન સમાજની દાતારીને બિરદાવી હતી. આ તકે વોર્ડ નં.9 ના ઉમેદવાર નિલેશભાઈ કગથરા તથા ધીરેન્દ્ર મોનાણી, વોર્ડ નં.5 ના ઉમેદવાર બીનાબેન કોઠારીએ પણ તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી.

આ મિટિંગમાં માજી શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તેમજ જામનગર શહેર મંત્રી કિર્તી પટેલ ઉપરાંત જૈન સમાજના અગ્રણીઓ, બિલ્ડર વી.પી. મહેતા, સુશિલભાઈ કામદાર, ભરતભાઈ વિરજીભાઈ પટેલ, કિરીટભાઈ મહેતા, મહેશભાઈ મહેતા, માજી મેયર રાજુભાઈ શેઠ, માજી ડેપ્યુટી મેયર ભરતભાઈ મહેતા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, વિજયભાઈ શેઠ, માજી મેયર સનતભાઈ મહેતા, બિલ્ડર હિતેશભાઈ મહેતા, વિજયભાઈ સંઘવી, ચેતનભાઈ મહેતા, રાજેશભાઈ દોશી, અશોકભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી લીડથી વિજય બનાવવા અપીલ કરી હતી. આ સમગ્ર સભાનું સંચાલન અજયભાઈ શેઠએ કર્યુ હતું. તેમજ વી.પી.મહેતાએ આગેવાનોનું સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત આભારવિધિ નિલેશભાઈ શાહએ કરી હતી. આ બેઠકમાં જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી જે.સી.વિરાણી તેમજ પૂર્વકોર્પોરેટર પ્રવિણભાઈ માડમ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. સનસાઈન સ્કૂલમાં વોર્ડ નં.3 તથા વોર્ડ નં.5 ના ભાજપાના ઉમેદવારોને વિજય બનાવવા માટે પટેલ સમાજના આગેવાનોની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં વોર્ડ નં.3 ના ભાજપાના ઉમેદવારો તથા વોર્ડ નં.5 ના ભાજપાના ઉમેદવારોએ પોતાનો પરિચય આપ્યો હતો તેમજ વોર્ડ નં.5 ની કોઇપણ સમસ્યાનું પોતાની ટીમ સાથે રહીને નિકાલ કરવાની તમામ આગેવાનો-મતદારો તથા કાર્યકરોને  ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here