વોર્ડ 14માં જંગી જાહેર સભાએ ભાજપાની જીત પર મારી મ્હોર, લોકપ્રિય યુવાનેતા મનીષ કટારીયા અને તેની ટીમ ફેવરીટ

0
187

જામનગર : જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી આડે એક દિવસ બચ્યો છે ત્યારે ભાજપાએ અંતિમ ઘડીઓના પ્રચારમાં જોમ રેડી દીધું છે તો બીજી તરફ ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ હોય કે જાહેર સભા, આ તમામ બાબતે ભાજપાએ હરીફોને મતદાન પૂર્વે જ મ્હાત આપી છે.ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર ૧૪માં ફરીએ વખત જનતાએ ભાજપાને પ્રચડ બહુમત આપવા મન મનાવી લીધું છે.

છેલા એક સપ્તાહના પ્રચાર અને જંગી જાહેર સભાએ સીનીયર નગરસેવક મનીશ કટારિયાની આગેવાની નીચે પેનલ વિજેતા બનશે એવો પ્રતિભાવ મતદારો દર્શાવી રહ્યા છે. જ્યારથી વોર્ડ નંબર ૧૪માં ભાજપના ઉમેદવારો નક્કી થયા છે ત્યારથી આ વોર્ડ ભાજપની પેનલ વિજેતા થશે એવા ગણિત માંડવામાં આવ્યા. કેમ કે અહીં છેલ્લા એક દસકામાં બીજેપીએ  કરેલા વિકાસકાર્યોના ભાથાને લઈને મતદારોમાં પણ ભાજપ તરફી જ વલણ છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ભાજપના ઉમેદવાર મનીષ કટારીયા અને તેની ટીમ દ્વારા જે રીતે પ્રચાર ઝુંબેશને આખરી ઓપ અપાયો છે તે મતદારોના મન સુધી વસી ગયો છે. ગઈ કાલે કેબીનેટ  મંત્રી આર સી ફળદુ, સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાન નેતાઓની હાજરીમાં ચિક્કાર જનમેદનીમાં વિસાળ ચૂટણીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વોર્ડ નંબર ૧૪માં થયેલ કામોની વણજારનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. શ્રોતાઓએ પણ સહજ સ્વીકાર કરી ભાજપાની વિકાસ યાત્રાના વધામણા કરી આ વખતે ફરી ભાજપાના સુત્રને સ્વીકારવા કોલ આપ્યો હતો. અહીના લોક પ્રિય યુવા નેતા અને પૂર્વ નગરસેવક મનીષ કટારીયાએ પણ પોતાની આગવી શૈલીમાં જનસભાને સંબોધતા લોકોમાં જોમ અને જુસ્સાનો વધારો થયો હતો. આ સભામાં વિવિધ સમાંજો અને મંડળોના અગ્રણીયોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને સમગ્ર જનતાએ ભાજપની પેનલમાં જ મત આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here