મહાનગરનો જંગ : વોર્ડ નંબર બેમાં ભાજપ પર ભારે પડશે દિગુભા જાડેજા, મતદારોની એક જ ડીમાંડ બસ હવે કોંગ્રેસ

0
182

જામનગર : જામનગર મહાનગરપાલિકા ચુંટણીમા વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર દિગુભા જાડેજા કોઇ પરિચયના મોહતાજ નથી દિગુભાનુ ” સિર્ફ નામ હી કાફી હૈ” તેમ એક સર્વે દરમ્યાન તેમની લોકપ્રિયતા વિશે લોકોમાથી જાણવા મળ્યુ છે, વિરેન્દ્રસિંહ જાડેજા એટલે કે દિગુભાના નામથી જાણીતા આ નેતાની લોકપ્રિયતા જોઇ હરીફોએ પ્રચાર કરવાનુ જ માંડી વાળ્યુ છે અને હરીફોની છાવણીમા સોંપો પડી ગયો છે, દિગુભા જાડેજા હાલમાં શહેર કોંગ્રેસના પ્રમુખનું પદ શોભાવી રહ્યા છે, ત્યારે પક્ષ દ્વારા તેની સક્ષમતાને જોઇને તેને જામનગર શહેરના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. દિગુભા જાડેજા વિષે આમ તો વિશેષ પરિચયની જરૂર નથી કારણ કે તે ખુદ એક ઓળખ છે.

લોકપ્રિયતા બોલવાથી નથી મળતી વ્યક્તિની સક્રિયતા સક્ષમતા સેવાભાવના સમજણ સુઝ વગેરેથી મળે છે અને આ બધા જ ગુણ એક સાથે જોવા હોય તો તે જોવા મળે છે, તે તમામ ગુણ દિગુભામાંછે, ત્યારે વિરેન્દ્રસિંહ જાડેજા જેઓ દિગુભાના નામથી જાણીતા છે તેમને આ જવાબદારી સુપેરે નિભાવવાનો સંકલ્પ કર્યો છે એટલુ જ નહી તેઓ સંગઠન રચના તેમજ ચુંટણી વ્યુહરચના માટે રાત દિવસ એક કરી રહ્યા છે.

દિગુભા વર્ષ 2004 થી રાજકરણમાં સક્રિય કાર્યકર તરીકે કોંગ્રેસમાં જોડાયા હતા ધીમે ધીમે પક્ષને અને પક્ષના આગેવાનોને વફાદાર રહી વિશ્વાસ કેળવવામાં તે સફળ થયા અને 2009માં શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ 2012 સુધી તેવો શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે રહ્યા અને અનેક મુદ્દાઓ પર સરકાર સામે લડત આપતા રહ્યા છે, તેમણે 2012 અને 2017 ની વિધાનસભા ચુંટણી અને 2019 ની લોકસભાની ચુંટણીમાં પક્ષના ઉમેદવારો માટે ખૂબ સહત મહેનત કરી છે, તો તે 2013 થી 2016 સુધી જામનગર જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હોય શહેરના તેમજ  જીલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે જીવંત સંપર્કો સતત ધરાવે છે,

દીગુભાની ઉમર નાની છે પણ વિચારોમાં પીઢતાનો અહેસાસ જોવા મળે છે,ભાજપના અઢી દાયકાના સાશન પર ચાબખા મારતા કહ્યું કે અઢી દાયકામાં કેટલી સમસ્યાઓનું નિરાકરણ થયું તે સૌ જાણે છે ત્રણ લાખ જેટલા લોકોનો જે નવો વિસ્તાર મનપામાં ભાળ્યો છે તેની હાલત કફોડી છે તેને સુવિધાસભર બનાવવા દિગુભા ખાસ જહેમત ઉઠાવવા છે તેવી તેમને સૌ નાગરીકોને ખાત્રી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here