મહાનગરનો મહાજંગ : વોર્ડ નંબર ત્રણમાં વિશાળ રેલી, ભાજપના વિજય સરઘસ પૂર્વેનું વિજય સરઘસ, જબરો લોકજુવાળ

0
450

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. શહેરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની સૌ પ્રથમ પેનલ જો કોઈ વોર્ડમાં વિજેતા બનશે તો તે છે વોર્ડ નમ્બર ત્રણ, આ ચર્ચાઓને ત્યારે સમર્થન મળ્યું જયારે ગુરુવારે વોર્ડમાં યોજાયેલ બાઈક રેલીને જબરું સમર્થન સાંપડ્યું, પટેલ કોલોનીના કાર્યાલયથી શરુ થયેલ રેલી સતત ત્રણ કલાક સુધી વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. જુદી જુદી જગ્યાઓએ મતદારો, જુદા જુદા સમાજો, સંગઠનો અને  સંસ્થાઓએ ચારેય ઉમેદવારોના હારતોરા કરી સ્વાગત કર્યું હતું અને પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને જીતાડવાના કોલ આપ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારથી જાહેર થઇ છે ત્યારથી એક વોર્ડ એવો છે જ્યાંથી તમામ રાજકીય પંડિતોએ પેનલ વિજેતાના ગણિત માંડ્યા છે. એ છે વોર્ડ નંબર ત્રણ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશીની આગેવાની નીચે તેની ટીમ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારથી જ આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતાના જ ગણિત મંડાયા છે. પટેલ કોલોનીમાં કાર્યાલયના ઉદ્ઘઘાટન વેળાથી આજ દિવસ સુધીમાં સ્વમ્ભુ મતદારોનો આવકાર ભાજપના વીજયનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.

છેલ્લા પાંચ વર્ષના ગાળામાં વોર્ડ નંબર ત્રણમાં પ્રાથમિક સવલતોથી માંડી પીવાના પાણીની આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ વરસાદી પાણીના નિકાલનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને મતદારો પ્રથમથી ભાજપ તરફે રહ્યા છે. આ વખતે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશીની સાથે તેની ટીમના ઉમેદવારો પન્નાબેન રાજેશભાઈ કંટારીયા (મારફતિયા), પરાગભાઈ પોપટભાઈ પટેલ અને અલ્કાબા વિક્રમસિંહ જાડેજાએ મજબૂતીથી દાવેદારી નોંધાવી આ વોર્ડમાંથી પેનલ વિજેતા બની ફરી ભાજપની સતા માટેની શરૂઆત કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં પ્રચાર પ્રસાર દરમિયાન ભાજપને મળેલ લોક સમર્થન બાદ ગઈ કાલે વધુ એક છોગું ત્યારે ઉમેરાયું જયારે સૌથી મોટી રેલીને ભવ્ય સફળતા મળી,


ગઈ કાલની ઐતીહાસીક બાઈક રેલી તો વિજય સરઘસ પૂર્વેનું વિજય સરઘસ બની હોય એવો માહોલ શહેરમાં જોવા મળ્યો હતો. પટેલ કોલોનીના કાર્યાલયથી શરુ થયેલ રેલી વોર્ડના તમામ વિસ્તારોમાં ફરી હતી. ડીજેના તાલે પ્રયાણ થયેલ રેલીમાં ચારેય ઉમેદવારોના વાહનની પાછળ સખ્યાબંધ કાર અને મોટરબાઈક સાથે કાર્યકરો અને મતદારો સહિત બે હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં મતદારો, આગેવાનો, મહિલાઓ અને જુદા જુદા સમાજ દ્વારા ચારેય ઉમેદવારોના ઠેરઠેર સ્વાગત, ફૂલ હાર કરવામાં આવ્યા હતા. સમગ્ર વોર્ડવાસીઓએ ચારેય ઉમેદવારોને વિજય વિશ્વાસની ખાતરી આપવી હતી. એક હજારથી વધુ કાર્યકરોની સંખ્યાવાળી રેલીમાં ભાજપ-ભાજપના નારાઓથી અને અડીખમ જામનગર, અડીખમ ગુજરાતની સુરાવલીઓએ જોમ ભર્યું હતું.

ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર.૩ના ઉમેદવારોએ આ રેલી દરમિયાન તમામ મતદારોને આગામી ૨૧/૨/૨૦૧ રવિવાર મતદાન કરવા માટે અપીલ કરી હતી. ગુજરાત મકકમ, ભાજપ અડીખમના નારા સાથે રેલીની સફળતા ઉમેદવારો સુભાષ ભાઈ જોષી, પરાગભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા (મારફતિયા) અને કાર્યકરો તેમજ આગેવાનોમાં પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, યુવા મોરચાના શહેર મહામંત્રી દિલીપસિંહ જાડેજા, વોર્ડના પ્રમુખ અશ્ર્વીનભાઈ છાપીયા, ભાવેશભાઈ કાનાણી, નરેશભાઈ ગઢવી અને વોર્ડનાં સંગઠન હોદ્દેદારો નગીનભાઈ પટેલ, નરેન્દ્ર સિંહ જાડેજા, પાથૅ સંધવી, પ્રકાશભાઈ ધધડા, જીતુભાઈ વાધેલા તેમજ પટેલ કોલોની વેપારી મંડળ સહિત અનેક મહિલાઓએ પણ રેલીમાં ભાગ લઇ ચાર ચાંદ લગાવી દીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here