વોર્ડ નંબર ૩ : પાંચ વર્ષમાં એક એવું કામ નથી જે ન થયું હોય, ભાજપની પેનલ લીડ ભણી, પ્રચંડ જનસમર્થન

0
405

જામનગર : જામનગર મહાનગરપાલિકાના છેલ્લા અઢી વર્ષના વિકાસના સુકાની એવા સુભાષ જોશી અને તેની પેનલના ત્રણેય સભ્યોને મતદારોનો પ્રચડ જનસમર્થન મળી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં પોતાના આંતરિક વોર્ડમાં મોટાભાગની ખૂટતી સવલતો પૂરી પાડી ખુબ જ ચાહના ધરાવતા સુભાષ જોશી અને તેની ટીમે આગામી પાંચ વર્ષમાં એક પણ એવું કામ બાકી ન રહી જાય કે જે લોકભોગ્ય ન હોય એવો સંકલ્પ કર્યો છે. વોર્ડમાં ભળેલ નગરસીમ વિસ્તારમાં પણ તમામ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્ધાર કર્યો છે. જામનગર મહાનગરપાલિકાનો વોર્ડ નમ્બર ત્રણ આ વખતે ચારેય કમળ સાથે મેદાન મારી વધુ એક વખત ભાજપાનું સાસન જાળવી રાખશે એવું તારણ ઉમેદવારોના ડોર ટુ ડોર લોકસંપર્ક કાર્યક્રમમાં જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ રાજકીય પંડિતો પણ ભાજપની પેનલ તરફના મજબુત દાવા કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર અંતિમ તબ્બકામાં છે. દરેક ઉમેદવારો એડીચોટીનું જોર  લગાવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર ત્રણમાં આ વખતે નવો ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ઉજળીયાત વર્ગ હોય કે અન્ય વર્ગ, પ્રચાર પ્રસારમાં નીકળેલ આ વોર્ડના સુકાની એવા ઉમેદવાર સુભાષ જોશી અને તેની ટીમના સાથી ઉમેદવારો પરાગભાઈ પટેલ, પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા અને અલકાબા જાડેજાને વોર્ડ તરફથી  પ્રચંડ લોકસમર્થન મળી રહ્યું છે. જ્યારથી કાર્યલય ખુલ્લું મુકાયું છે ત્યારથી સવારથી મોડી રાત સુધી અહી મતદારોનો સ્વયંભુ ઘસારો જોવા મળી રહ્યો છે.

અમારા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી ચુંટાઇ આવશે એમ ઉમેદવારો દ્વારા શરુ કરવામાં આવેલ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન મતદારોએ પ્રતિભાવો આપ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રાથમિક સવલતોથી માંડી અનેક નાના મોટા લોકભોગ્ય કામ થયા હોવાથી વોર્ડ નંબર ત્રણના મતદારો ભાજપ પર ઓળઘોળ થયા છે. છેલા બે દાયકામાં જે કામ નથી થયા તે કામ છેલ્લા પાંચ વર્ષમાં થયા છે એમ નાગરિકોએ મત દર્શાવી રહ્યા છે.

વોર્ડ નંબર ત્રણમાં પસંદગી પામેલ ઉમેદવારો જ અહી એટલા પ્રચલિત છે કે નાગરિકો સામે ચાલીને આવકારતા નજરે પડે છે. વોર્ડ નંબર ત્રણ શહેરનો સર્વ શ્રેષ્ઠ વોર્ડ બને એવી નેમ સાથે ભાજપના ચારેય ઉમેદવારો શરુ કરેલ પ્રચાર જુમ્બેસ ત્યારે દીપી ઉઠી જયારે યુવા મતદારો આગળ આવીને સહકાર આપવાનો કોલ આપ્યો, તો યુવા સહિતના મતદારોને ઉમેદવારોએ પણ પોતીકાપણાનો વિશ્વાસ અપાવી જરૂર પડે ત્યારે હાકલ કરવાનો કોલ આપ્યો છે.

આ વિસ્તારના ધારાસભ્ય એવા રાજ્યમંત્રી હકુભા જાડેજા અને સાંસદ પુનમબેન માડમની ગ્રાન્ટમાંથી અનેક વિકાસ કાર્યોની ભેટ અહીંના મતદાર નાગરિકોને મળી છે. મોટી મોટી વાતો કે વાયદાઓ નહી  પણ સમતોલ કહી સકાય તેવો વિકાસ જો ક્યાય થયો હોય  તો તે વોર્ડ નંબર ત્રણમાં થયો છે એમ ખુદ નાગરિકો મત દર્સાવી રહયા છે.  મૂળ સમાવેશ પામેલ વોર્ડ તો વિકાસની દિશામાં અગ્રેસર જ છે પરંતુ આ વોર્ડમાં ભળેલ નવા વિસ્તારોનો સર્વાંગી વિકાસનો કોલ ચારેય ઉમેદવારોએ આપ્યો છે. અહી જયંત સોસાયટીથી હાટકેશ સોસાયટી, પંકજ સોસાયટી, માત્રુ આશિષ, સંદીપ અને શ્રીનાથજી થી માંડી વિજયનગર, દ્વારકેશ, પટેલવાડી સોસાયટીઓના આંતરિક માર્ગો સુદ્રઢ કર્યા છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, પાણીની આધુનિક વ્યવસ્થા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.  જ્યાં નાગરિક ત્યાં વિકાસની નૈતિક ફરજ’ એવા ઉદેશ્ય સાથે સર્વાંગી વિકાસ કરવાની ખાતરી ભારતીય જનતા પાર્ટીએ આપી છે. આ દાવો માત્ર કાગળ પર જ નથી એના સબુત છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડમાં થયેલ વિકાસ કાર્યોની જલક આપે છે.

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વોર્ડ નંબર ત્રણના અહીના ઉમેદવાર અને લોકપ્રિય બની ગયેલ સુભાષ જોશી, અલકાબા વિક્રમસિંહ જાડેજા, પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા (મારફતિયા)ની ટીમને મળી રહેલ તોતિંગ જનસમર્થન વધુ એક વખત ભાજપાને પાંચ વર્ષની ટર્મના શાસન તરફ દોરી જશે એવો વિદ્વાનો પણ મત દર્શાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here