મહાનગરપાલિકાનો મહાજંગ : આ કારણે જ વોર્ડ નંબર ૧૦માં તોતિંગ બહુમતી સાથે ભાજપની પેનલ જીતશે, ચોતરફ ભગવો જ ભગવો

0
660

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી ના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધતો જાય છે, અને એકદમ ભાજપ તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર ચલાવવામાં આવી રહ્યો છે, જેના કારણે શહેરમાં કેસરિયો માહોલ છવાઇ ગયો છે. જેની સાથે સાથે જામનગર શહેરને ઉત્તમ અને સર્વોત્તમ બનાવવા માટે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

 ગઈકાલે આવું જ એક સમીકરણ વોર્ડ નંબર ૧૦માં સર્જાયું હતું. અને આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પરમાર (નલુભાઈ)એ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે, અને ભાજપને સમર્થન આપી પોતાના અનેક કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. જામનગર જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ ની હાજરીમાં તેઓએ શહેર ભાજપના અધ્યક્ષ ડો વિમલ કગથરા ના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. આ સમયે શહેર ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ અને પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા પણ હાજર રહ્યા હતા.  

પુર્વ કોર્પોરેટર નલુભાઈ ની સાથે સાથે તેમના વિશાળ સમર્થકો જેમાં સુરેશભાઈ રાઠોડ, મુન્નાભાઈ ગોહિલ, કિશોરભાઈ, ગોપાલભાઈ રાઠોડ, વિજય ભાઈ સોલંકી,વિજય અઝા નરેશભાઈ રાઠોડ, અશોકભાઈ પરમાર, કિશોરભાઈ સોલંકી, ભરતભાઈ જાદવ, નરેન્દ્ર ભાઈ સોલંકી, કનુભાઈ પરમાર, ભાવિન પરમાર, ચેતન પરમાર,, મનીષ પરમાર, હર્ષ પરમાર, દિવ્યેશ ચાવડા, જયેશ ચૌહાણ, નલીનભાઈ ચૌહાણ, કૌશિક સોલંકી, જીત રાઠોડ, વિવેક જાદવ, નરેશભાઈ રાઠોડ, નીરવ રાઠોડ, નિલેશ ચૌહાણ, રાજુ ભટ્ટી, હરીશ ભટ્ટી, મિલન ગોહિલ, સુભાષ ગોહિલ, અશોક પરમાર, રાજુ રાઠોડ, અતુલ જાદવ, જયદીપ પરમાર, મનીષ બરાચ, વાય.સી. ચાવડા, સંજય રાઠોડ, અને ધર્મેન્દ્ર રાઠોડ સહિતના અનેક યુવા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા, અને કેસરીયો ખેસ પહેરી ઉત્સાહભેર પ્રચાર કાર્યમાં જોડાઇ ગયા છે. ત્યારે વોર્ડ નંબર ૧૦ માં ભાજપના ચારેય ઉમેદવારોની હવે જંગી લીડ સાથે ની જીત પાક્કી થઇ ગઇ છે, તેવું વાતાવરણ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here