મહાજંગ : ચૂંટણી પૂર્વે આ ૫૩૨ મતદારોએ મતદાન કરવા દર્શાવી આતુરતા

0
183

જામનગર : આગામી તા. ૨૧મીના રોજ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે તે પૂર્વે મતદાન પૂર્વેનું મતદાન આજે યોજાયું હતું.  જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે માત્ર ચાર દિવસ બચ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.

જામનગર સહિત છ મહાનગરપાલિકાનોની ચૂંટણી આગામી તા. ૨૧મીના રોજ યોજાવવા જઈ રહી છે. તે પૂર્વે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે…ચૂંટણી પૂર્વે ફરજ રોકાયેલ કર્મચારીઓ માટે આજે જામનગરમાં તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી…..ફરજ પર રહેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરના એમ.પી.શાહ કોર્મસ કોલેજ…..જૂની કલેકટર કચેરી….ખાતે પોસ્ટલ બેલેટ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું. જયાં મહાનગરપાલિકાની ચુંટણી માટે ફરજ સોંપાયેલા અંદાજે 250 થી 300 જેટલા સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું….હોમગાર્ડ અને પોલીસ અને અન્ય સરકારી કમર્ચારીઓ સહિત કુલ ૫૩૨ કમર્ચારીઓ માટે બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here