ફતેહ : વોર્ડ નંબર 12માં અપક્ષ ઉમેદવાર એ.એ.ચાકીને ઝટકો, ચાકી મુસ્લિમ જમાતે કોંગ્રેસની પેનલને આપ્યો ટેકો

0
683

જામનગર : જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફી એક એવા લડાયક નેતા છે કે વોર્ડ નંબર ૧૨ ના વિસ્તાર સહીત સમગ્ર જામનગર શહેરમાં તેવો એક અનોખી લોકચાહના ધરાવે છે, અને હરહંમેશા લોકોના પ્રશ્નો માટે અલ્તાફ ખફી દોડતા રહે છે. ત્યારે તેને સર્વસમાજ ચાહે છે, આ વખતે પણ અલ્તાફ ખફી વોર્ડ નંબર ૧૨માં થી ચુંટણી લડી રહ્યા છે. તો વિપક્ષ નેતા સહિતની પેનલ સામે પૂર્વ કોર્પોરેટર એ.એ.ચાકીએ પણ આ જ વોર્ડમાં થી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે એ.એ.ચાકી જે સમાજમાંથી આવે છે તે જામનગર ચાકી મુસ્લિમ જમાતે તેના લેટરપેડ પર જ વોર્ડ નંબર ૧૨ ની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પેનલને ટેકો જાહેર કરતા આ વિસ્તારમાં ના માત્ર ભાજપ પરંતુ અન્ય તમામ પક્ષો અને અપક્ષોના સુપડા સાફ થઇ જશે તે વાત નિશ્ચિત બની ચુકી છે.અને હવે માત્ર કેટલી લીડ અલ્તાફ ખફી, જેનબબેન ખફી સહિતની પેનલને આવે છે તે જ જોવાનું રહેશે બાકી જીત તો જાણે આ વોર્ડમાં અલ્તાફ ખફી સહિતની પેનલની થશે તેવો રાજકીય માહોલ આ વિસ્તારમાં બની ગયો હોવાનું જાણવા મળે છે.


જામનગર ચાકી મુસ્લિમ જમાતે જે લેટરપેડ પર લખીને આપ્યું છે તે અક્ષરશ: જોઈએ તો…સલામ સાથ અમો જામનગર ચાકી મુસ્લિમ જમાત રે (ખોજા ગેઇટ ) એ વોર્ડ નં.૧૨ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોની પેનેલ ઉતારેલ છે તેને અમારી જમાત તરફથી જાહેર ટેકો આપવામાં આવે છે. તેમજ અમો દ્વારા મુસ્લિમ સમાજ ને અપીલ કરી છીએ કે આપના સમાજ ના દરેક મતદારોએ ઉપરોક્ત પેનલને ભારી સંખ્યામાં મતદાન કરી વિજય બનાવશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here