જામનગર : મહાનગરપાલિકાની ચૂંટણીના મહામુકાબલામાં વોર્ડ નં. ર ની કોંગ્રેસની પેનલ પ્રત્યે આ વોર્ડની જનતામાં એક જબ્બરદસ્ત જુવાળ ઉભો થયો છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના બે નવલોહીયા યુવાનોને તક આપવાનો વિસ્તારની પ્રજાએ સંકલ્પ કરી લીધો છે, આટલું જ નહીં, લોકોને એ વાતનું આશ્ર્ચર્ય છે કે ભાજપે વોર્ડના લોકોની પસંદગીને જરા પણ દરકાર આપી નથી અને પોતાની મનસુફીથી આયાતીઓને આ વોર્ડમાં ઘુસાડી દીધા છે, ભાજપના આ તમામ આયાતીઓને પરાજયનો કડવો સ્વાદ ચખાડીને ઘરભેગા કરી દેવા વોર્ડની પ્રજાએ જ સંકલ્પ કરી લીધો છે અને આ પ્રકારના નિર્ણય કરીને ઘમંડથી ભરેલા ભાજપના માથાને પરાજયના રામબાણથી નષ્ટ કરી દેવા નક્કી કરી લીધું છે.
વોર્ડ નં. ર માં કોંગ્રેસ દ્વારા શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી મર્દાનગીપૂર્વક લોકસેવા કરી રહેલા ઋષિરાજસિંહ જાડેજા અને નસીમાબેન હુશેનભાઇ મુરીમા કે જેમની પાછળ એમના પતિ હુશેનભાઇ મુરીમાએ કરેલી અનન્ય લોકસેવાનું ભાથું છે, તેમજ શીલાબા નરેન્દ્રસિંહ જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે અને આ મહિલાના પતિ નરેન્દ્રસિંહ એક્સ આર્મીમેન છે એટલે કે દેશની સરહદે દેશવાસીઓની સુરક્ષા કરી ચૂક્યા છે.
કોંગ્રેસે જે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, તે સ્થાનિક ઉમેદવારો પ્રત્યે સ્વાભાવિક રીતે લોકોમાં આપણાપણાંની લાગણી જોવા મળી રહી છે, કોંગ્રેસના ઉમેદવારો આ વોર્ડની પ્રજાને વાસ્તવમાં પોતાના લાગી રહ્યા છે, એટલા માટે જ વોર્ડની પ્રજા ઐતિહાસિક ચૂકાદો આપીને ભાજપની સાન ઠેકાણે લાવવા આતુર બની છે. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડના લોકોની પસંદગીની પરવાહ કર્યા વગર ઉમેદવારોને મેદાનમાં ઉતારીને મોટી ભૂલ કરી નાખી છે, એ વાતનો અહેસાસ અપાવવા માટે આ વિસ્તારની જનતા આ વખતે જંગી પ્રમાણમાં કોંગીના ઉમેદવારોને મત આપવા માટે મન બનાવીને બેઠી છે અને પરિણામ બાદ ભાજપને એ વાતનો અહેસાસ આવશે કે વાસ્તવમાં આયાતીઓને ઉતારીને ભારતીય જનતા પાર્ટીએ મોટી ભૂલ કરી દીધી છે.
વોર્ડ નં. 2માં નવા તરવરીયા ઉમેદવારો આખા વોર્ડની શિકલ બદલી નાખશે, હજુ કેટલાય કામો કરવાના બાકી છે, જો આ કોંગ્રેસની પેનલ આવશે તો આ તમામ ઉમેદવારો એવા છે કે લોકોના કામો એક ઝાટકે કરી દેશે, જે રીતે આ વોર્ડના વિસ્તારોમાં પંજાનો પવન ફુંકાઇ રહયો છે, તે ભાજપ માટે અસહ્ય કહી શકાય, કોંગ્રેસનો વેગવંતો પ્રચાર ભાજપની જીત સામે અવરોધરૂપ બની ગયો છે અને એટલે જ લોકો એકી અવાજે કહી રહયા છે કે હવે રીપીટ નહીં પરંતુ આ વોર્ડમાં પરિવર્તન જરૂરી છે.
મહાજંગ : વોર્ડ નં. ર માં કોંગીની પેનલ જીતે તો આ વોર્ડના બહેન-દિકરીઓના લગ્ન મંડપ, ડી.જે.બંધુ જ ફ્રી અપાશે
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ.નં ર ના ઉમેદવાર ત્રષિરાજસિંહ જાડેજા ના માતા-પિતા તથા મોડા પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે જો જામનગર મહાનગરપાલિકાની વોર્ડ નં. ર માં કોંગ્રેસની પેનલ ચૂંટાઈને આવશે તો કોઈપણ સમાજની બહેન-દિકરીઓના લગ્ન પ્રસંગમાં મંડપ સર્વિસ ને લગતી તમામ વસ્તુઓ જેવી કે ડી.જે, લાઈટ વાસણ, ખુરશી, ગાદલા, મંડપ વગેરે તમામ વસ્તુઓ કોઈ પણ જાતના ભાડા વગર આપવામાં આવશે.તથા કોઇપણ દુ:ખદ વેળાએ પણ મંડપ, ગાદલા, ખુરશી જેવી તમામ વસ્તુઓ કોઇપણ જાતના ભાડા કે ચાર્જ વગર આપવામાં આવશે. વર્તમાન ચૂંટણીના જંગમાં ઋષિરાજસિંહ જાડેજાના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અત્યંત આવકારદાયક તો છે જ…. સાથે સાથે લોકોના કલ્યાણ કરવા માટેની પણ ભાવના આ નિર્ણય પાછળ દેખાઇ રહી છે, કારણ કે કોઇપણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે મઘ્યમ વર્ગના લોકો માટે લગ્ન પ્રસંગમાં મંડપ, ડી.જે., વાસણ, ખુરશી, ગાદલા વિગેરેનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બને છે, આવા સંજોગોમાં ઋષિરાજસિંહના પરિવારે વોર્ડ નં. ર ની તમામ સમાજની બહેન-દિકરીઓ માટે જે સંકલ્પ કર્યો છે, તેના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે.