વોર્ડ નં. 3માં ભાજપના ચારેય ઉમેદવારોને વિજય તિલક, આ રહ્યા કારણો

0
98

જામનગર : જામનગર મહાપાલીકાની ચુંટણીને આડે આખરી કલાકો બાકી છે ત્યારે જે રીતે વોર્ડ નં. 3માં ભાજપની જબરજસ્ત રેલી નીકળી હતી તે જોતા કોંગ્રેસના કાર્યકરો નાસીપાસ થઇ ગયા છે, આ વિસ્તારના કર્મઠ ઉમેદવારો સુભાષ જોષી, પન્નાબેન  રાજુભાઇ કટારીયા (મારફતીયા), અલ્કાબા વિક્રમસિંહ જાડેજા અને પરાગભાઇ પટેલને રેલીમાં જે રીતે જોરદાર સમર્થન મળ્યું છે તે જોતા હવે આગામી તા. 23ના મતપેટી ખુલશે ત્યારે ભાજપના આ ચારેય ઉમેદવારોને વિજય તિલક કરવામાં આવશે અને તેમની જીત નકકી થઇ ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસ કાર્યોની ભેટ ભાજપાએ વોર્ડ નમ્બર ત્રણને આપી છે જેને લઈને ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત થઇ છે.

રાજયના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, ચુંટણી ઇન્ચાર્જ હસમુખભાઇ હિંડોચા, અમીબેન પરીખ, વોર્ડના ચુંટણી ઇન્ચાર્જ ભાવેશભાઇ કાનાણી તેમજ 108 ની જેમ સતત સેવા કરતા સેવાભાવી કાર્યકર રાજુભાઇ કટારીયા (મારફતીયા), એવા જ સેવાભાવી કાર્યકર વિક્રમસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રચાર કાર્ય આખરી તબકકામાં છે ત્યારે ગઇકાલે વંદે માતરમ અને ભારત માતાકી જયના નારા સાથે જાણે કે વિજય રેલી નીકળી હોય એ રીતે આ સ્કુટર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ભાજપના વોર્ડ નં. 3ના કાર્યાલય પટેલ કોલોની શેરી નં. 5 થી આ ભવ્ય રેલી નીળકી હતી જે હિંમતનગર મેઇન રોડ થઇ, રામમંદીરવાળી ગલી, ભાવેશભાઇના ઘર પાસે થઇ સીધી પટેલવાડી થઇને માતૃઆશીષ, વિકાસ રોડ, મેન્ટલ હોસ્પીટલ રોડ થઇ, રોડ નં. 4 આનંદબાગ, બ્રાહ્મણની વાડી, જડેશ્ર્વર મંદિર, પીએન્ડટી કોલોની, લાલબહાદુર શાસ્ત્રી સોસાયટી, શાંતીનગર શેરી નં. 1 થી 7 થઇ ગાંધીનગર મેઇન રોડ, રોડ નં. 2 વિકાસ રોડ થઇ રોડ નં. 1 મેઇન રોડ થઇ બેડી બંદર મેઇન રોડ ડીકેવી સર્કલ, સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ પાસે પુર્ણ કરવામાં આવી હતી.

પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, ચુંટણી ઇન્ચાર્જ ભાવેશ કાનાણી, વોર્ડ પ્રમુખ, અશ્ર્વીનભાઇ છાપીયા, વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, ભરતભાઇ મોદી, રાહુલભાઇ મોદી, પ્રોફેસર માલવીયા, અંજનભાઇ મસાલીયા, અમિષભાઇ શાહ, વિજયભાઇ પટેલ, શાંતીભાઇ પટેલ, સુનિભાઇ જોષી, પ્રકાશભાઇ જેઠવા, અજીતસિંહ ચુડાસમા, શિવુભા ભટ્ટી, અશોકભાઇ ભુત, અશોકભાઇ વાછાણી, વિરેન્દ્રભાઇ જાની, યોગેશભાઇ જોશી, પરેશભાઇ ઠાકર, ડોલરભાઇ વાસુદેવ, મનોજભાઇ અમલાણી, વિજયભાઇ સામાણી, અતુલભાઇ પોપટ, સંજયભાઇ દાવડા, મોસમી કટારીયા, રશ્મીબેન કટારીયા, દિપ્તીબેન કટારીયા, પરેશભાઇ કટારીયા, સ્વરૂપબા જાડેજા, રાજુભાઇ જોશી, કુલદીપસિંહ ચુડાસમા, યુવા મોરચાના મહામંત્રી દિલીપસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નરેનભાઇ ગઢવી, પાર્થભાઇ સંઘવી, ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, નગીનભાઇ પટેલ, પ્રકાશ ગઘડા, દિવ્યરાજસિંહ રાણા, નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ દેત્રોજા, અશોક વાછાણી, ચંદ્રેશ સામાણી, પ્રકાશભાઇ દલસાણીયા, રાજેશભાઇ અને ધર્મેશભાઇ ફળદુ, ચંદ્રકાંતભાઇ પરસાણીયા, ભુપેન્દ્રભાઇ બોડા, જગદીશભાઇ અઘેરા, અશોકભાઇ પરસાણીયા, સુનિલભાઇ ભાલોડીયા, દિનેશભાઇ કાનાણી, કૃણાલ અને પંકજભાઇ ખાંટ, ધિરેનભાઇ જાવીયા, પિયુશભાઇ મણવર, જય કડીવાર, કાંતીભાઇ કણસાગરા, સંજયભાઇ ખાંટ, અશોકભાઇ ભુત, નગીનભાઇ ખીરસરીયા સહિતના કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

આ છે વોર્ડ નં. 3માં થયેલા અસંખ્ય વિકાસના કામોની ઝલક

ગઇ ટર્મમાં સ્ટે. કમિટીના ચેરમેન સુભાષ જોશીના નેજા હેઠળ આ વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા હતા, પટેલ કોલોની મેઇન ડામર રોડ, વિકાસ ગૃહ મેઇન રોડ, પટેલ કોલોની 1 થી 4, પટેલ કોલોની 6 મેઇન રોડ, પટેલ કોલોની શેરી નં. 2 અને 9ના છેડેથી શાંતીનગર વિજયાબા હોલ સુધી રોડ, વિકાસગૃહ મેઇન રોડ ઉપર, મેન્ટલ હોસ્પીટલ પાછળ, ટીબી હોસ્પીટલ રોડ ઉપર આ બધા ડામર રોડ કરવામાં આવ્યા છે ઉપરાંત હિંમતનગર મેઇન રોડ ફોર ટ્રેક રોડ, લાલબહાદુર શાસ્ત્રીનગર, કોમન પ્લોટમાં સીસી બ્લોક, પટેલ કોલોની શેરી નં. 1 થી 12 મેઇન રોડ અને સીસી બ્લોક, આનંદ બાગ રીનોવેશન, પટેલવાડી મેઇન રોડ, સીસી બ્લોક, નગરસીમમાં હાટકેશ્ર્વર, જયંત સોસાયટી, સંદીપ સોસાયટી, પંકજ સોસાયટી, નાલંદા નહેરુનગર, માં અનેક રસ્તાઓ કરવામાં આવ્યા છે ઉપરાંત ડસ્ટબીન વિતરણ અને કોરોનામાં સતત આયુર્વેદીક ઉકાળા અને દવાનું વિતરણ, ભુગર્ભ ગટર અને તમામ વિસ્તારોમાં એલઇડી લાઇટ નાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here