લવ જેહાદ : મોહજાળમાં ફસાતી યુવતીઓ આંખ ખોલે, વડોદરાથી સામે આવ્યો આવો કિસ્સો

0
368

જામનગર :  વડોદરા ખાતેથી લવ જેહાદનો એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવક સામે સંસારની શરૂઆત કરનાર યુવતીએ ઘર છોડતા જ પિતાએ એક સપ્તાહથી અન્ન ત્યાગ કર્યો છે. આ કિસ્સાને લઈને હા-હો થઇ જતા યુવતીને પરત લઇ આવવામાં આવી છે. પરંતુ હજુ આ મામલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

સંસ્કૃતિ તેની સભ્યતા પર ટકી છે એ સભ્યતા એટલે સોસાયટી-સમાજ વ્યવસ્થા, આ સોસાયટીની સામાંજીક વ્યવસ્થાએ જ સંસ્કૃતિ ટકાવી રાખી છે ત્યારે ઈતર સમાજમાં થતા લગ્ન અને લગ્ન બાદની પરિસ્થિતિને લઈને સમાજની યુવા પેઢી જાગૃત બને અને પરિપક્વ બની નિર્ણય કરે એ જરૂરી બન્યું છે. કેમ કે સમાજ વ્યવસ્થામાં વિક્ષેપ ઉભો કરતો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં એક યુવતી  વિધર્મી યુવક સાથે ધર્મ પરીવર્તન કરી અથવા પરાણે કરાવી સંસારની શરૂઆત કરી છે. પુત્રીના આ પગલા બાદ પિતાએ એક સપ્તાહથી મોઢામાં અન્નનો દાણો પણ નથી નાખ્યો, ભારે વિવાદ થતા સુરતથી યુવતીને પરત વડોદર લઇ આવવામાં આવી છે પરંતુ સ્થિતિ હજુ થાળે પડી પડી નથી. હાલ સગાના ઘરે રહેતી યુવતી હજુ પણ હા-ના કરી રહી છે. ત્યારે તમામ સભ્ય સમાજની આંખ ઉઘાડનારો આ કિસ્સો છે. તમામ વાલીઓએ પોતાના સંતાનો પ્રત્યે ગંભીરતા પૂર્વક ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here