જામનગર :….તો જામનગર ભાજપના બળુકા હોદેદારોના સપના રોળાઈ જશે. કેમ ?

0
580

જામનગર : જ્યારથી સીઆઈ પાટીલે પ્રદેશ અધ્યક્ષ તરીકેનો કારભાર સંભાળ્યો છે ત્યારથી સમયાન્તરે આવતા રહેલા તેઓના નિવેદનોને લઈને પાર્ટીમાં ચર્ચાનો વિષય બનતા આવ્યા છે. ત્યારે પાટીલના વધુ એક નિવેદને ભાજપના હોદેદારોની ચિંતામાં વધારો કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ ની ચૂંટણી સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા જાહેર કરાયેલ નિયમ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપાના સંગઠનમાં જે કાર્યકર હોદ્દા પર હશે તેઓ આગામી ચૂંટણી નહિ લડી શકે એવા પાટીલના નિયમને લઈને રાજ્યભરના ભાજપના હોદેદારોમાં ચિંતા જન્મી છે. પાટીલના આ નિયમને લઈને દરેક શહેર અને જિલ્લા સંગઠનમા રહેલા ચૂંટણી લડવા ઇચ્છુક અગ્રણીઓના સપના અધૂરા રહેવાની નોબત આવી શકે છે. એક વ્યક્તિ એક પદ ના નિયમ ને વધુ મજબૂત કરવા સંગઠન મા હોઇ તે ચૂંટણી નહિ લડી શકે એવા નિયમને લઈને હાલ ભાજપમાં આંતરિક વિરોધનો શરુ ઉભો થયો છે. જામનગરની વાત કરીએ તો પાટીલના આ નિયમના નિવેદનથી જે હોદ્દેદારોએ પોતાની પ્રોફાઇલ તેયાર કરી નાખી છે તેના સપના અધૂરા રહી જાય એમ છે. સીઆર પાટીલના આ નિયમ જો અમલવારી સુધી પહોચે તો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક અંતરીક કલેહ  ઉભો કરાવશે એમ પણ રાજકીય વિશ્લેષકોએ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here