જામનગર : સૌરાષ્ટ્રભરના ગુંડાઓને હથિયારો પુરા પાડે છે આ સખ્સો ? કેમ ? એએસપીનો સંકેત

0
406

જામનગર : જામનગરમાં એક પિસ્તોલ સાથે પકડાયેલ સખ્સે કબુલાત કરતા એલસીબીએ જેલમાં રહેલ બે કુખ્યાત સખ્સોનો કબજો સંભાળી બંને સખ્સોએ સિક્કા પાટિયા પાસે એક બંધ કોમ્પ્લેક્ષ પાસે બાવળની જાળીઓ નીચેની જમીનમાં સંતાડેલ દસ પિસ્તો અને કારતુસ કાઢી આપ્યા છે. ગીર સોમનાથ જીલ્લાના આ બંને સખ્સો સૌરાષ્ટ્રભરમાં હથિયારો સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતા હોવાના સંકેત પોલીસે આપ્યા છે. પોલીસે બંને સખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં રેલ્વે સ્ટેશન નજીકથી રાયમલ હાજી સંધી નામના સખ્સને પોલીસે એક પિસ્તોલ અને બે કાર્તીશ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી રાયમલની સામે ગુનો નોંધી પુછપરછ કરી હતી. જેમાં આ હથિયાર હાલ જેલમાં રહેલ કુખ્યાત હિતુભા ભગતસિંહ ઝાલા અને પ્રવીણ ઉર્ફે ટકો ગીગાભાઈ વાળા પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંન્ને સખ્સોનો જેલમાંથી કબજો મેળવી પૂછપરછ શરુ કરી હતી. આરોપી હિતુભા અને પ્રવીણનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી એલસીબીએ બંનેની પૂછપરછ કરી હતી. જેમાં આ હથિયાર ઉપરાંત અન્ય હથિયારોનો ઝખીરો જામનગર નજીક સિક્કા પાટિયા આપશે આવેલ એક બંધ કોમ્પ્લેક્ષ પાસે બાવળની જાળીઓ નીચે જમીનમાં દાટ્યા હોવાની વાણી ઉચ્ચારી હતી. જેને લઈને પોલીસે તુરંત ખોદકામના ઓઝારો સાથે સિક્કા પાટિયા  પહોચી ખોદકામ કરાવ્યો હતું.

જેમાં એક પછી  એક એમ કુલ ૧૦ પિસ્તલ અને ૧૧ કર્તીશ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો અને કાર્તીશ કબજે કરી આરોપીની સામે ફરિયાદ નોંધી હતી. આ હથિયારો કોને સસ્પ્લાય કરવાના હતા અને ક્યાંથી ખરીદવામાં આવ્યા છે ? તેનો તાગ મળ્યો નથી. આરોપી હિતુભા અને પ્રવીણ મૂળ ગીર સોમનાથ જીલ્લાના રહેવાશી છે.

જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં જામનગરમાં જ બિલ્ડર ગીરીશ ડેર પર થયેલ ફાયરીંગમાં બંનેની સંડોવણી ખુલવા પામી હતી. આ કેશમાં પોલીસે બંન્નેને પકડી પાડી જેલ હવાલે કર્યા છે. ત્યારબાદ જીલ્લામાં મળી આવેલ ત્રણ હથિયારમાં હિતુભાની સંડોવણી ખુલવા પામી હતી. સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ ફેલાયેલ ગુનાખોરીમાં સંડોવાયેલ ગેંગને આ હથિયારો સપ્લાય કરવાના હોવાનું એએસપી નીતેશ પાંડેએ જણાવ્યું છે. આજે વિધિવત પૂછપરછ કરવા એલસીબી બંનેને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here