ફાયરીંગ : મોરબીમાં ધડાધડ ગોળીઓ છૂટી, હથિયારો ઉડયા, બેવડી હત્યાથી સનસનાટી

0
1182

જામનગર અપડેટ્સ : મોરબીમાં આજે શક્તિચોક ખાતે ખાટકીવાસમાં બપોરે ધડાધડ ફાયરીમાં બે યુવાનોની હત્યા નીપજાવવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. જયારે પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા રાજકોટ ખસેડવામાં આવ્યા છે. એક યુવાનની સ્થળ પર જ હત્યા બાદ અન્યનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો.

સૌરાષ્ટ્રભરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, મોરબીમાં ખાટકીવાસ વિસ્તારમાં બારસાખ રાજપુત શેરીમાં ગંભીર વારદાત આકાર પામી છે. પ્રાથમિક સ્તરે બોલાચાલી થયા બાદ બંને પક્ષ મારામારી પર ઉતરી આવ્યો હતો. મમુ દાઢી અને રફીક નામના બે વ્યક્તિઓના જૂથ આમને સામે આવી જતા લતામાં દોડધામ મચી ગઈ હતી. આમને સામને હથિયારો ઉડતા અને બે રાઉન્ડ ફાયરીંગ થયું હતું. હથિયારો સાથે થયેલ મારામારીમાં આદીલ રફીક માંડલિયા ઉવ ૩૨ નામના યુવાનની કરપીણ હત્યા નીપજાવાઈ હતી. જયારે રફીકભાઈ સહિતના પાંચને ઈજાઓ પહોચતા પ્રથમ મોરબી સારવાર અપાયા બાદ રાજકોટ ખસેડાયા હતા. જેમાંના ગંભીર રીતે ઘવાયેલ અન્ય એક વ્યક્તિનું મૃત્યુ નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. આ બનાવના પગલે ખાટકી વાસમાં પહોચી પોલીસે વણસેલી સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ બનાવ અંગે પોલીસે સામસામે ફરિયાદ નોંધવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here