જામનગર કે બિહાર ? : જેમ જેમ ખોદકામ થતું ગયું તેમ તેમ એક પછી એક પિસ્તોલ નીકળતી આવી..

0
917

જામનગર અપડેટ્સ :જામનગર નજીક સિક્કા પાટિયા પાસે બાવળની જાડીઓ નીચેની જમીનમાં સંતાડેલ હથિયારોનો જખીરો મળી આવ્યો છે. બિલ્ડર ગિરીશ ડેર પરના ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલ બે શખ્સોએ સંતાડયો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે બંનેને સાથે રાખી ખોદકામ કરી 10 પિસ્તોલ કબજે કરી છે.

જામનગરમાં રહેતા રાયમલ હાજી સંધી નામનો શખ્સ હથિયાર સાથે પકડાયા બાદ તેની પૂછપરછમાં બે શખ્સોની સંડોવણી સામે આવી હતી. અગાઉ બિલ્ડર ગિરીશ ડેર પર ફાયરિંગ કરનાર સુત્રાપાડાના હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ ભગતસિંહ ઝાલા અને પેઅવિન ઉર્ફે ટકો ગીગાભાઈ વાળાએ સપ્લાય કર્યા હોવાની વિગતો સામે આવી હતી.જેને લઈને જેના આધારે પીઆઇ ચૌધરી સહિતના સ્ટાફે હાલ જેલમાં રહેલ બંને આરોપીઓનો કબજો મેળવ્યો હતો. જેની પૂછપરછમાં વધુ હથિયારો સિક્કા પાટિયા પાસે બંધ કોમ્પ્લેક્ષમાં બાજુમાં બાવળની જાળીઓ નીચે જમીનમાં દાટયો હોવાની કબૂલાત કરી હતી.

જેના આધારે સમગ્ર સ્ટાફે બંનેને સાથે રાખી ઉઓરોકટ સ્થળે પહોંચી ખોદકામ કર્યું હતું. જેમાં જમીન અંદર દાંટવામાં આવેલ એક પછી એક એમ દસ પિસ્તોલ મળી આવી હતી. પોલીસે અઢી લાખની કિંમતના હથિયારો કબજે કરી આ હથિયારો ક્યાંથી અને કોણે સપ્લાય કર્યા છે તેની વિગતો જાણવા પોલીસે બંનેને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here