જામનગર : પ્રતિષ્ઠિત મુખ્યમંત્રી આવાસમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

0
688

જામનગર : જામનગરમાં પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે સત્યમ કોલોની એરફોર્સ-૨ ગેટ સામે મુખ્યમંત્રી આવાસ  યોજના એલ.આઇ.જી.-૨ વીંગ A-૨ ફ્લેટ નં.-૧૨૦૪માં દરોડો પાડી જુગાર રમી રહેલ આઠ સખ્સોને ૫૮ હજારની રોકડ સહિત રૂપિયા સાડા ચાર હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

જામનગરમાં એરફોર્સ-૨ ગેટ સામે મુખ્યમંત્રી આવાસ  યોજના LIG-વીંગ A-૨ ફ્લેટ નં.-૧૨૦૪માં રહેતો રાજેશભાઇ ઉર્ફે રાજીયો ડોલી ભીમશીભાઇ વરૂ નામનો સખ્સ પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની પેરોલ ફર્લો સ્કવોડને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી બંધ ફ્લેટમાં જુગાર રમી રહેલ ફ્લેટ ધારક ઉપરાંત રમેશભાઇ નારણભાઇ કરંગીયા રહે.-રડાર રોડ ગોકુલનગર મથુરા સોસાયટી શેરી નં.-૪ જામનગર, રજનીભાઇ વિઠ્ઠ્લભાઇ સાંગાણી રહે જનતા ફાટક બાજુમા કૃષ્ણનગર મેઇન રોડ પ્લોટ નં.૬ એ-૧ જામનગર, જીવરાજભાઇ જગાભાઇ નંદાણીયા રહે.-હીરજી મિસ્ત્રી રોડ નવા નગર બેંકની આગળ કૃષ્ણ કોલોની જામનગર,  વિપુલભાઇ શંકરલાલ દામા રહે.-દિ.પ્લોટ -૪૯ આશાપુરા મંદીર પાછળ ગણપતીના મંદીરની બાજુમા જામનગર, નીતીનભાઇ કાંતીલાલ વાલંભીયા રહે.-રણજીતસાગર રોડ પંચવટી સોસાયટી શેરી નં.-૬ જામનગર, રમેશભાઇ કાબાભાઇ દોમળીયા રહે.- બજરંગપુર (વેરતીયા)  ગામમા પટેલવાસ તા.જી. જામનગર અને દીલીપભાઇ રમણીકભાઇ પાંભર રહે.-બજરંગપુર (વેરતીયા)  ગામ તા.જી. જામનગર વાળા સખ્સને પોલીસે ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૫૮,૫૦૦ રોકડા અને રૂપિયા ૨૭૫૦૦ની કીમતના આઠ મોબાઈલ ફોન તેમજ વાહનો મળી રૂપિયા રૂપિયા ૪,૪૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here