જામનગર : તસ્કરોએ શાળાની મિલકતને પણ ન છોડી, આ હાથવગી વસ્તુઓ ચોરી ગયા

0
251

જામનગર : જામજોધપુર તાલુકાના બમથીયા ગામે નેશ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ બહાર બોરમાં મુકવામાં આવેલ સિંગલ ફેસની એક મોટર અને ૧૫૦ મીટર કેબલ વાયર સહિતનો મુદ્દામાલ કોઈ  તસ્કરો ઉઠાવી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના બમથીયા ગામે ભાલારા નેસ પ્રાથમીક શાળાના કમ્પાઉંડ બહાર ખુલ્લામાં આવેલ બોરમાં વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની વ્યવસ્થા માટે એક સીંગલ ફેસની ૨ હોર્સ પાવરની સબમર્શીબલ મોટર અને ૧૫૦ મીટર સવાનો પાઈપ તથા ૧૮૦ મીટર ૧.૫ નો કેબલ વાયર કોઈ તસ્કરો કાઢી ગયા હતા. મોટર, પાઈપ અને વાયર સહિત રૂપિયા ૨૫,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ જતા શાળાના શિક્ષક વજશીભાઇ માલદેભાઇ આંબલીયા રહેવાસી.મેઘપર આંબરડી તા.જામજોધપુર જી.જામનગર વાળાએ શેઠ વડાલા પોલીસમાં અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here