કૃષ્ણ જન્મોત્સવ : દ્વારકાથી લાઈવ ટેલીકાસ્ટ, તમે પણ જોડાઈ જાઓ

0
880

જામનગર :
તાજેતરમાં કોવીડ મહામારીને લઇને દ્વારકાધીશ જગદમંદિર જ્યારે ભાવીકો માટે બંધ રાખવાની ફરજ પડેલ છે. દેવસ્થાન સમીતી દ્વારા ભાવીકો ઓનલાઇન દર્શનનો લાભ લઇ શકે તે માટે જગદ મંદિરની લ ઓફીસીયલ DWARKADHISH templeની વેબસાઇટ દ્વારકાધીશ.ઓરાજી [http://www.dwarkadhish.org/], ઉપરાત યુ ટયુબ અને ફેઇસબુક લાઇવની પણ વયવસ્થા કરવામાં આવેલ છે. માર્ચ 2020 મા સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવેલ ત્યારે તાતકાલીક વયવસ્થા દ્વારા શ્રી દ્વારકાધીશજી ના દર્શન ઓનલાઇન થાય તેવી વ્યવસ્થા ગોદ્વવામાં આવેલ હતી. લોકડાઉન બાદ હાલ અનલોક દરિમ્યાન પણ ભાવીકો રુબરુ દ્વારકા પહોચી શકે તેમ ના હોય, ત્યારે પોતાના મોબાઇલ કે કમ્યુટર ઉપર ધરેબેઠા રાજાધીરાજ શ્રી દ્વારકાધીશજી ના દર્શન કરીને ભાવવિભોર થઇ રહ્યા છે. દેશ વિદેશમાં વસતા ભાવીકોના કમ્યુટર સુધી
દર્શન પહોચાડવા મા દેવસ્થાન સમીતી, ચેરમેન અને કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના, અને ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણીના માર્ગદર્શન હેળ, વહીવટદાર નીહાર ભેટારીયાની આગેવાની હેઠળ સમગ્ર દેવસ્થાન સમીતી ની ટીમ ભારે જહેમત ઉઠાવી
રહી છે.
આગામી તાર્રીખ 12 ઓગષ્ટ 2020 બુધવારના દ્વારકા સ્થીત શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે નંદ મહોસ્તુ જયારે પુજારી પરિવાર દ્વારા ઉજવાશે ત્યારે સમગ્ર વિશ્વ રાજાધીરાજ શ્રી દ્વારકાધીશ ના જન્મોત્સવના વધામણા ઓનલાઇન કરી શકે તે માટે શ્રી દ્વારકાધીશ દેવસ્થાન સમીતી દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રાજકોટ સ્થિત દ્વારકાધીશ ઇન્ટરનેશનલ દ્વારા સન ૧૯૯૯ થી સતત પ્રતિવર્ષ જન્મોત્સવનું લ લાઇવ વેબકાસ્ટીંગ ટેકનીકલ ટીમ દ્વારા જગદ લ મંદિર ની ઓફીસીયલ વેબસાઇટ દ્વારકાધીશ.ઓઆરજી [http://www.dwarkadhish.org/] પર નીરંતર કરવામાં આવી રહેલ છે. વધુ વિગત માટે templedwarkadhish@gmail.com પર સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here