અમદાવાદ હોસ્પિટલ અગ્નિ કાંડમાં પોલીસે કરી મોટી કાર્યવાહી, જાણો

0
570

અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કોરોના માટે શ્રેય હોસ્પિટલને પરવાનગી આપવામાં આવી હતી. જ્યાં તા.6ના રોજ મોડી રાત્રે 3થી 4 વાગ્યાની આસપાસ કોઈ પણ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના આઈસીયૂ વોર્ડમાં શોર્ટસર્કિટના થયેલ ચિનગારી બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને લઈને હોસ્પીટલમાં અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે ફાયરની ગાડીઓએ પહોચી આગ પર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયર કામગીરી કરે તે પૂર્વે હોસ્પીટલના આઈસીયુમાં દાખલ કોરોનાના આઠ દર્દીઓએ જીવતા જ ભૂંજાઈ ગયા હતા અને ચોથો માળ જ  ખાક થઇ ગયો હતો. આ ગોજારી ઘટનામાં જે 8 દર્દીઓના મોત થયા હતા.
આ ઘટનામાં હોસ્પિટલ તંત્રની ક્ષ્ત્રીઓ સામે આવી છે જેમાં આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. પરંતુ ફાયરની ટીમ ઘટનાસ્થળે મોડી પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. જે ફાયર સેફ્ટીના સાધનો છે તે એક્સ પાયરી તારીખ વાળા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ફાયર એક્જીટ ન હોવાનું અને એક માત્ર રસ્તો હોવાનું સામે આવ્યું છે જેના કારણે ઘટનાએ મોટું રૂપ ધારણ કરી લીધું હોવાનું જાણકારોએ મત દર્શાવ્યો હતો. આ હોસ્પિટલ સંચાલકમાં ભાજપના એક વગદાર શખ્સ હોવાનું સામે આવતા પ્રકરણ રાફેડફે થઇ જવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવતી હતી. દરમિયાન મુખ્ય મંત્રીએ કોઈને નહીં છોડવાની કરેલી જાહેરાત બાદ પોલીસે આ ઘટના સંદર્ભે હોસ્પિટલ સંચાલકો સામે ફરિયાદ નોંધી હતી. એક સપ્તાહ સુધી પોલીસ તપાસ અને ફરિયાદ બાદ આજે હોસ્પિટલના
મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત ની ધરપકડ કરવામાં આવી છે. એમ એ ડિવિઝનના એસીપી મુકેશ પટેલે કહ્યું છે.તેઓએ ઉમેર્યું હતું કે આ મામલે
આરોગ્ય વિભાગ ને 4 સવાલો પૂછ્યા છે.
Iccu મા દર્દીની સાંપેક્ષમાં મેડીકલ સ્ટાફ પેરામેડીકલ સ્ટાફ કેટલો હોવો જોઈએ ?
Iccu મા દર્દીઓના સ્થળાંતર માટે sop છે કે કેમ ?
Iccu ની વ્યવસ્થા અને તૈયારી અંગે જવાબ માંગ્યો છે. આ ઉપરાંત Iccu મા એક બેડ માટે ઓછામાં ઓછું કેટલુ ક્ષેત્રફળ હોવુ જોઈએ ?
આ તમામ પાસાઓમાં બેદરકારી સામે આવશે તો મહંત સામે કાર્યવાહી કરશે એમ પટેલે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here