દોઢ દાયકા પૂર્વેના ચકચારી ચોબલ હત્યા પ્રકરણનો આરોપી ઝબ્બે, આટલું હતું ઇનામ

0
763

જામનગર : અમદાવાદ એટીએસ દ્વારા આજે હત્યા પ્રકરણના ચાર આરોપીઓને પકડી પાડયા છે. આ પ્રકરણમાં સૌથી મોટી વાત એ છે કે કડીમાં 16 વર્ષ પૂર્વે એક સાથે ચાર ચાર
લોથ ઢળી હતી. આ પ્રકરણમાં લાંબા સમય સુધી ફરાર રહયા બાદ આજે એટીએસની ટીમે એક શખ્સની ધરપકડ કરી છે.

કડીમાં વર્ષ 2004માં એક સાથે ચાર ચાર હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં લાંબા સમયથી એક આરોપી ફરાર રહ્યો હતો. દરમિયાન અમદાવાદ એટીએસની ટીમને આ પ્રકરણમાં આજે મહત્વની સફળતા હાથ લાગી છે.
16 વર્ષ પહેલાં 4 વ્યક્તિ ની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અગત્યનું એ છે કે લાંબા સમય સુધી ફરાર રહેલ શખ્સને પકડી પાડવા માટે અડધા લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. હાલ એટીએસ દ્વારા આ આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here