જામનગર : પિતા-પુત્રો અને પિતરાઈઓને માર મારી ટોળાએ લૂંટી લીધા

0
805

જામનગરમાં સિદ્ધાર્થનગર વિસ્તારમાં ગઈ કાલે બાવરીવાસમાં પિતા-પુત્રો પર એક શખ્સ સહિતના 15-17 શખ્સોએ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડયાનાની ઘટના પોલક્ટ્સ દફતર સુધી પહોંચી છે.

જામનગરમાં સિદ્ધાર્થન્જ બાવરી વાસમાં ગઈ કાલે રાજભાની દુકાન પાસે કોમલનગર રાધીકા ડેરીવાળી શેરી નં.૨ રેલ્વે ફાટક પાસે રહેતા અમરશીભાઇ રાજાભાઇ ચાવડા અને તેના પુત્ર દીકરો ચીરાગ તેમજ ભત્રીજો સાહીલ તેમજ ભાણેજ પંકજ પર આ જ વિસ્તારમાં રહેતા શેરસિંગ બાવરી અને તેની સાથેના અજાણ્યા 15 થી 17 શખ્સોએ હુમલો કરી માર મારી લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે અમરસીભાઈએ આરોપીઓ સામે સીટી સી ડીવીજન પોલોસ સ્ટેશનમાં તમામ સામે ઈ.પી.કો.કલમ-૩૯૭,૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૪ એટ્રોસીટી એક્ટ ૧૯૮૯ કલમ ૩(૧) (આર) (એસ),૩ (૨),(૫)તથા જી.પી. એકટ કલમ-૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમરશીભાઈના ડાડા મરણ ગયેલ હોય અને તેની દફનવિધી કરવાની હોય અને તેના ભાઇ સિધ્ધાર્થનગરમા રહેતા હોય જેથી ફરીયાદીનો દીકરો ચીરાગ તેમજ ભત્રીજો સાહીલ તેમજ ભાણેજ પંકજ ત્રણેય જણા કાકાના ધરે કહેવા માટે ગયેલ હતા ત્યારે તેના ધર પાસે આરોપી શેરસિંહ તેમજ બીજા અજાણ્યા ૧૫ થી ૧૭ માણસો ઉભા હતા જેમાંથી એક વ્યકિતએ રુપીયા માંગતા આ ત્રણેય યુવાનોએ રુપીયા દેવાની ના પાડી હતી.જેને લઈને આરોપીઓએ હુમલો કરો ચીરાગના હાથમા પહેરેલ સોનાની વીંટી તેમજ ત્રણેય પાસે રહેલ આશરે રોકડા રુ. 4000 ઝુંટવી લઈ લૂંટ ચલાવી હતી. દરમ્યાન સાહીલએ ફોન કરીને જાણ કરતા અમરશીભાઈ અને તેનો દીકરો સંજય બન્ને જણા ત્યા જતા તેમણે પણ આ શેરસિંગ બાવરી તેમજ બીજા અજાણ્યા ૧૫ થી ૧૭ માણસોએ તેના પાસે રહેલ હથીયારો લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ તેમજ છરી વડે માર મારી ગાળો આપી, હાથમા ફેકચરની ઇજા તેમજ માથામા ઇજા કરી તેમજ શરીરે મુંઢ ઇજા પહોંચાડી જાતિ અપમાનિત કરી વારદાતને અંજામ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here