જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર નજીકના સીદસર ગામે ઉમીયાધામની રજત જયંતી, મંદિરનું પુન: નિર્માણ સહિતના ત્રિવિધ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી પણ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે વિશ્વભરના પાટીદાર આગેવાનોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે તેવી હાજરી ખોડલધામના પ્રણેતા નરેશ પટેલની રહી હતી. બપોર બાદ નરેશ પટેલના ઉમળકા ભેર સ્વાગત બાદ ઉમિયાધામમાં ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેબીનેટ મંત્રી સહિતનાઓએ નરેશ પટેલ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ પ્રસંગે નરેશ પટેલે મીડિયા સંબોધન કરી કહ્યું હતું કે તમે છે જવાબની ઇચ્છા રાખો છો એ જવાબની હજુ વાર છે.

જામનગરના સીદસર ખાતે ઉમિયાધામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં નરેશ પટેલ મહેમાન બન્યા… પાટીદારોની અસ્થાનું પ્રતિક સમા ઉમિયાધામમાં નરેશ પટેલનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું….પટેલ સમાજના યુવાનોને સમાજનું સુકાન સંભાળવું જોઈએ એમ નરેશ પટેલે વક્તવ્ય આપ્યુ હતું..ત્યાર બાદ નરેશ પટેલ અને તેની ટીમ દ્વારા ઉમિયા માતાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું…આ પ્રસગે નીકળેલ સામૈયામાં પૂર્વ કેબીનેટ મંત્રી ચીમન સાપરિયાએ નરેશ પટેલ પટેલ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

નરેશ પટેલના માનસન્માન તેમની સમાજમાં રહેલી મોટપનો ખ્યાલ આપે છે. પાટોત્સવ પ્રસંગમાં ઉદબોધન કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે સમાજનું સુકાન નરેશ પટેલને મળવું જોઈએ તેનાથી સમાજ વધુ આગળ વધશે. ત્યારબાદ મીડિયાને સંબોધન કરતા તેઓ પાટોત્સવ પ્રસંગની હાજરીનો ઉલ્લેખ કરી, પોતાના રાજકારણમાં પ્રવેશને લઈને હજુ થોડી વાર છે એમ જણાવ્યું હતું.