જામનગર: ટ્રેક્ટર ચાલક જાહેરમાં નિકાલ કરતો એસીડીક પાણીનો નિકાલ, ત્યાં થયું આવું

0
411

જામનગર નજીકના દરેડ ઔદ્યોગિક વિસ્તારનું એસીડીક પાણી કેનાલ અને નજીકના જળસ્ત્રોતમાં કે ગટરમાં છોડી દેવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામતી રહી છે ત્યારે આ ફરિયાદ સાચી ઠરી છે. દરેડ કારખાનાઓનું પાણી ટેન્કરમાં ભરી સુરક્ષિત જગ્યાએ નિકાલ કરવાના બદલે ચાલકે ગટરમાં વહાવવાની કોશીશ કરતા પકડાઈ ગયો છે. કુદરતી હવા, પાણી અને માણસના સ્વાસ્થ્યને નુકશાન કરતું આ પાણી છોડી પર્યાવરણને નુકસાન કરવાની કોશિશ કરવા સબબ નાશી ગયેલ ટ્રેક્ટર ચાલક સામે પર્યાવરણ ધારાઓ મુબજ ફોજદારી દાખલ કરવામાં આવી છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી વિસ્તાર નજીકમાં આવેલ કનસુમરા પાટિયા પાસેના પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાના નજીક જ કારખાનાનું એસીડીક પાણી યોગ્ય જગ્યાએ પહોચાડી નિકાલ કરવાની કામગીરી કરતા ટ્રેક્ટર ચાલક રામા કરશન મોરીએ ગઈ કાલે કારખાનાનું એસીડીક (ગંદુ પાણી) ટ્રેક્ટરમાં ભરી, ૪૭૭ નંબરના પ્લોટ પાસે આવેલ જાહેર ઓધોગિક વરસાદી પાણીના નિકાલની ગટરમા ખાલી કરવાની કોશીશ કરી હતી.

ચાલકની આ હરકત રસ્તે જતા લોકોને ધ્યાને આવી જતા ટોળું એકત્ર થયું હતું અને ચાલકને અહી પાણી નિકાલ કરવાની ના પાડી હતી. સમયને પારખી ગયેલ ચાલક સ્થળ છોડી નાશી ગયો હતો. આ બનાવ અંગે પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાનામા નોકરી કરતા કૃણાલ તન્નાએ પંચકોશી બી ડીવીજન પોલીસમાં ચાલક સામે પર્યાવરણ સુરક્ષા અધિનયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે ચાલકની શોધખોળ શરુ કરી છે. એસીડીક (ગંદુ પાણી) જાહેરમા ગટ્ટરમા છોડવાથી માણસોના સ્વાસ્થયને હાની પહોંચે તે રીતે તથા કુદરતી હવા તથા પર્યાવરણ તથા પાણીને ગંભીર રીતે પ્રદુષિત કરવાની કોશીશ કરતા ફરી એક વખત ઔધોગિક વિસ્તારમાં ગંદા પાણીના નિકાલને લઈને ઉઠતી ફરિયાદને વેગ મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here