જામનગર: 3 માસ પૂર્વે જ જેના નિકાહ થયા એ યુવાનને ચાર શખ્સોએ વેતરી નાખ્યો

0
1650

જામનગરમાં વધુ એક કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો છે. ગઈ કાલે મોડી રાત્રે કાલાવડ નાકા બહાર સામાન્ય બાબતે થયેલ બોલચાલી મામલે સમાધાન માટે બોલાવી, ચાર શખ્સોએ વેતરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. સીટી એ ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની ભાળ મેળવી લીધી છે. સૂત્રો માંથી મળતી વિગત મુજબ પિતાના એકના એક મૃતક પુત્રના ત્રણ માસ પૂર્વે નિકાહ થયા છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

આમ તો શાંત ગણાતા છોટી કાશી જામનગરમાં ગંભીર ગુનાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પરંતુ ગઈ કાલે હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના કાલાવડ નાકા બહાર રહેતા સબ્બિરભાઈ ગફાર ભાઈ ઉર્ફે કાલું રાતે પોતાની પત્ની સાથે બાઇક પર નીકળ્યો ત્યારે જુબેર બાજરિયાએ મશ્કરી કરી હતી. જેને લઈને શબ્બીર અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. પોતાની પત્ની સાથે મોટર સાયકલમાં નીકળેલ ગફાર ત્યાંથી ચાલ્યો ગયો હતો. દરમિયાન બંને પક્ષે સમાધાન અંગે વાતચીત થઈ હતી. જેને લઈને આરોપી સદામે શબ્બીરને ચાંદી બજાર નજીક સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં પહોંચેલ શબ્બીર સાથે થોડી વારમાં જ આરોપી સદામ મહમ્મદ બાજરીયા અને તેની સાથેના અન્ય ત્રણ આરોપીઓ જુબેર મહમ્મદ બાજરિયા,મોહશીન ઉર્ફે ખજૂર ઈકબાલ શેખ, વસીમ સુલેમાન બશર સહિતના આરોપીઓએ ઉગ્રતા દાખવતા ફરી બોલચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલ ચારેય આરોપીઓએ હુમલો કર્યો હતો. ચાર પૈકીના એક આરોપીએ છરીનો એક ઘા પેટના ભાગે ઝીકી દેતા ગફાર ત્યાં જ ઢળી પડ્યો હતો. જેને લઈને આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ મૃતકના પરિવાર, કુટુંબીજનો અને મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં લોહીના ખાબોચિયામાં પડેલ ગફારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો.


આ બનાવના પગલે સીટી એ ડિવિઝન પીઆઇ એમ જે જલુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ત્વરિત વિગત જાણી તાત્કાલિક તપાસ શરૂ કરી નાસી ગયેલ આરોપીઓ સુધી પહોંચવા કોમ્બિગ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ચાર શખ્સો સામે રોહીન ખંભાળિયાવાળા ની હત્યા સબબ ફરિયાદ નોંધી હતી. જેમાં મશ્કરી જેવી સામાન્ય બાબતે થયેલ મનદુઃખને લઈને યુવાનને સમાધાન માટે બોલાવી આરોપીઓએ હત્યા નિપજાવી હોવાનો આરોપ લગાવાયો છે.
મેમણ પરિવારના પિતાનો એક નો પુત્ર શાકભાજીનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા પ્રકરણની મોટી કરુણતા એ છે મૃતક યુવાનના ત્રણ માસ પૂર્વે જ નિકાહ થયા હતા. પોતાની પત્નીને હાથની મહેંદી પણ યથાવત છે ત્યાં વિધવા થઈ જતા પરિવાર ઊંડા આઘાતમાં શરી પડ્યો હતો.
પોલીસ ચારેય આરોપીઓ સુધી પહોંચી ગઈ વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here