જામનગર: SP પ્રેમસુખ ડેલુંએ ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર, સલામી આપી આવકાર

0
900

જામનગરમાં નવા એસપી તરીકે નિમણુક થયા બાદ આજે આઈપીએસ પ્રેમસુખ ડેલુંએ ચાર્જ સંભાળ્યો છે. પત્ની સાથે એસપી કચેરી આવેલ ડેલુંને કચેરી પ્રાંગણમાં જ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એક જ સ્થિતિમાં જાળવી રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ખનીજ ચોરી, વ્યાજખોરોની દાદાગીરી, માથાભારે સખ્સોની જમીન પેસકદમી અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સહિતના પડકારોનો સામનો કરવા આજે જામનગરના નવા એસપી પ્રેમસુખ ડેલુંએ હુકાર ભણી ચાર્જ સંભાળ્યો છે. વર્ષ ૨૦૧૬ની બેંચના આઈપીએસ આજે જામનગર ખાતે આવી પહોચ્યા હતા.

પત્ની સાથે આવી પહોચેલ ડેલુંનું એસપી કચેરીએ પૂર્વ ઇન્ચાર્જ એસપી નીતેશ પાંડે સહિતના અધિકારીઓએ સત્કારી આવકાર્યા હતા. એસપી ઓફીસમાં ચાર્જ સંભાળ્યો હતો અને મીડિયા સાથેની વાતચિતમાં એસપીએ કાયદો વ્યવસ્થાની  સ્થિતિ બરકરાર રાખવાની ખાતરી આપી છે.

નવા એસપી પ્રેસુખ ડેલું કોણ છે જાણો અહી લીંક ક્લિક કરી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here