જામનગર: IPLની મેચ પર સટ્ટો લેતો સખ્સ પકડાયો, છ પન્ટરો, બુકીની સંડોવણી ખુલી

0
284

જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, કેવડીવાડી, શેરી નંબર-૧, કિષ્ટ્રલ કોર્નર એપાર્ટમેન્ટ, બ્લોક નંબર ૧૦૧માં રહેતો અનિરૂધ્ધભાઇ ઉર્ફે અનુભાઇ ગોરધનભાઇ ચોવટીયા પટેલ નામનો સખ્સ પોતાના ફ્લેટમાં આઇપીએલની મેચ પર સટ્ટો લેતો હોવાની એલસીબીને હકીકત મળી હતી

જેના આધારે સમગ્ર સ્ટાફે ગઈ કાલે દરોડો પાડ્યો હતો. જેમાં અનિરુધ્ધભાઈ ચોવટિયા નામનો સખ્સ આઇપીએલ ૨૦-૨૦ ટુર્નામેન્ટ મેચ મુંબઇ-કલકતા ટીમ વિરૂધ્ધબ રમાતી ૨૦-૨૦ ક્રિકેટ મેચ ટીવીમા લાઇવ  પ્રસારણ નીહાળી, મોબાઇલ ફોન ઉપર ગ્રાહકો તથા બુકી સાથે વાતોચીતો કરી સેસન તથા રનફેર ઉપર મેચની હારજીતના પરીણામ અંગે મોબાઇલ ફોનથી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવતા આબાદ મળી આવ્યો હતો. પોલીસે તેના ફ્લેટમાંથી એક સોની કંપનીનુ ૩૨ ઇંચનુ એલઇડી ટીવી જેના સીરીયલ નં. ૪૫૦૬૪૪૩ જે રીમોટ સાથેની છે તે કિ.રૂ. ૧૦,૦૦૦,  એક જીટીપીએલ કંપનીનુ સેટઅપ બોકસ જેના આઇડી નં. 4404E93D નુ ચાર્જર,રીમોટ સાથેનુ કી.રૂ. ૧૦૦૦, એક એમઆઇ કંપનીનો મોબાઇલ ફોન, એક સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ, અલગ અલગ દરની ચલણી નોટો રોકડ રૂ. ૩૧,૭૦૦ અને  એક ક્રિકેટ મેચના સોદા લખેલ ચીઠી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ સખ્સના ડબ્બામાં છ પન્ટરોએ દાવ લગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે જેમાં નંદલાલ ઉર્ફે ગુરૂભાઇ હીરલાલ રાજયગુરૂ રહે. યુવાપાર્ક જામનગર મો.નં. ૯૫૧૦૨૩૯૭૯૯, પિન્ટુકુમાર ઉર્ફે વિપુલ હીરાભાઇ સાંધાણી રહે. વિભાપર જામનગર મો.નં. ૭૮૭૪૭૪૧૨૧૨, હિતેશ દામજીભાઇ સાંધાણી રહે. વિભાપર જામનગર મો.નં. ૯૬૬૪૮૯૯૩૯૪, કમલેશભાઇ ધેલાભાઇ સભાયા રહે. કૃષ્ણનગર જામનગર મો.નં. ૯૮૨૪૨૭૪૫૪૬, શૈલેષભાઇ શાહ ઉર્ફે સાહેબ રહે. જનતા ફાટક જામનગર મો.નં. ૯૬૮૭૯૬૧૬૬૧, જશાભાઇ લાખાભાઇ નંદાણીયા રહે. સમપર્ણ હોસ્પીટલ પાછળ, જામનગરવાળાઓની સંડોવણી સામે આવી છે જયારે આરોપી ચોવટિયા ૯૦૯૭૦૬૯૯૯૯ તથા ૯૦૧૬૫૬૯૦૯૦ નંબર ધરાવતા મોબાઈલ ફોન ધારક બુકીની સંડોવણી સામે આવી છે. પોલીસે આ બનાવ અંગે તમામની સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here