મોંઘવારી: તમાકુના વ્યાસની ચોરને નડી મોંઘવારી, કરી આવી ચોરી

0
698

જામનગરમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવો છે. શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલ હોલસેલ વેપાર કરતી પેઢી બહાર ઓટલા પર રાખવામાં આવેલ બસો નંગ તમાકુના બોક્ષની કોઈ સખ્સ ઉઠાંતરી કરી ગયો હતો. રૂપિયા અડધા લાખની તમાકુનું બોક્ષ ચોરી થઇ જતા વેપારીએ સ્થાનિક પોલીસને જાણ કરી અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી દસ દિવસ પૂર્વે થયેલ ચોરીમાં સંડોવાયેલ તસ્કરની ભાળ મેળવી લીધી હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં ગત તા. ૨૯/૦૩/૨૦૨૨ બપોરના બે થી અઢી વાગ્યાના ગાળા દરમિયાન ગ્રેઈન માર્કેટ ચેમ્બર હોલ રોડ પર આર.કે.ટ્રેડીંગ નામની તમાકુ સોપારીની હોલસેલ દુકાન બહાર ઓટલા પરથી પેઢી ધારક શિવમ પરેશભાઈ જાની રહે.પંચેશ્વર ટાવર નરભેશંકર બારોટ શેરીમા જામનગર વાળાએ રાખેલ એક બાગબાન એક બોક્ષ ની અંદર કુલ નંગ-૨૦૦ બાગબાન તમાકુના ડબલા જેની કુલ કિ.રૂ.૪૯,૬૮૦ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો.

આ બનાવ અંગે જાણ થયા બાદ વેપારીએ દસ દિવસ પછી ફરીયાદ નોંધાવી હતી જેને લઈને સીટી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગ્રેન માર્કેટ વિસ્તામાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂતેઝ કબજે કરી ચેક કર્યા હતા જેમાં અજાણ્યા સખ્સની સંડોવણી બહાર આવી હતી. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા  સખ્સ સામે ફરિયાદ નોંધી છે. સીસીટીવી ફૂતેઝમાં દેખાતા સખ્સની પોલીસે ભાળ મેળવી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here