આવું હોય !! શિક્ષકોને તંત્રએ કહ્યું એસટી બસ રૂટનું સુપરવાઈઝરીંગ કરો

0
347

ચૂંટણી હોય, વસ્તી ગણતરી હોય, કુદરતી આપતી હોય કે અન્ય કોઈ કામ હોય, સરકાર આ તમામ કામ શિક્ષકોથી કરવા ટેવાઈ ગઈ છે અને શિક્ષકો પણ મૂંગા મોઢે મને-કમને નોકરી કરવા ટેવાઈ ગયા છે. સામાન્ય રીતે રાજ્યમાં શિક્ષકની છાપ સરકારના ગુલાબ જેવી બની ગઈ છે. ત્યારે વધુ એક હાસ્યાસ્પદ જવાબદારી સોંપી સરકારે શિક્ષકોને ‘કામગરા’ કરવાનો  પ્રયાસ કર્યો  છે.પરંતુ શિક્ષકોના જોરદાર વિરોધ બાદ તંત્રએ શિક્ષકો પર નાખેલ  વધારાના કામનો બોજ હળવો કરી નિર્ણય પરત ખેચ્યો છે.

રાજ્યની એક શાળામાં કાર્યરત શિક્ષિકા..ફાઈલ તસ્વીર

આગામી સપ્તાહે માઘવપુર ઘેડ ખાતે કૃષ્ણ વિવાહ અને મેળાને લઈને પ્રસાસન દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રથમ વખત આ મેળાને દેશ સ્તરે ખ્યાતી મળે અને ધાર્મિક સંસ્કૃતિનું મોજું ઉભું થાય એવો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેને લઈને સ્થાનિક વહીવટી તંત્રએ તમામ વિભાગોને જુદી જુદી  જવાબદારી સોંપી છે જેમાં શિક્ષકોને સોંપવામાં આવેલ જવાબદારીને લઈને ફરી વખત શિક્ષકો હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાયા છે.

અહીના ૮૧ શિક્ષકોને માધવપુર મેળા માટે વિશેસ લગાવવામાં આવેલ એસટી બસના સુપરવાઈજરની ભૂમિકા સોંપવામાં આવી હતી. જેને લઈને શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોને સાથે રાખી ડીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી.  જો કે તે પૂર્વે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો અને આ મુદ્દે પ્રસાર પ્રચાર માધ્યમોમાં છવાયો હતો. જેને લઈને ડીડીઓ દ્વારા શિક્ષકોને સોંપેલ જવાબદારીમાંથી  મુક્ત કરી શિક્ષકોનો રોષ ઠંડો પાડ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here