જામનગર : સોશિયલ મીડિયાનો જ્યારથી વ્યાપ વધ્યો છે ત્યારથી સાયબર ક્રાઈમની પ્રમાણ વધ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા ખાતેથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જે સભ્ય સમાજ માટે અને ખાસ કરીને મહિલા વર્ગ માટે લાલબતી ધરતો છે. જેમાં એક સખ્સે એક યુવતીના ઈન્સ્ટા એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરી તેણીને બદનામ કરવા ખેલ ખેલ્યો હોવાની વિગતો સામે આવી છે.
ઇન્ફોર્મેંશન ટેકનોલોજી એક્ટ મુજબ આ બનાવ અંગે બનાવની વાડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો મોરબીના ઝીંઝુડા ગામે રહેતા બાઉદ્દિન સદરૂમીયા પીરજાદા નામના સખ્સે ગેર ઉપયોગ કર્યો હતો. આરોપીએ ઇરાદાપૂર્વક તેની તથા તેમના કુટુંબના સભ્યોની કોઇપણ પ્રકારની સંમતિ વગર તેણીને માત્ર બદનામ કરવાના ઇરાદાથી તેણીના નામની ખોટી (ફેક) ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી ઓળખની ચોરી કરી હતી. ત્યારબાદ આ સખ્સે તેણીના તથા તેના તેના કુટુંબના સભ્યોના ફોટાઓ સામાજીક બદનામી કરવાના ઇરાદાથી ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન અપલોડ કર્યા હતા.
બીભત્સ અને કામોદ્દિપક રસને અસર કરે તેવા ફોટા અપલોડ કરી આરોપીએ આ કૃત્યુ આચરતા તેણી અને તેના પરિવારના ધ્યાને આવ્યું હતું. જેને લઈને ગઈ કાલે તેણીની તેના પરીવારના સભ્યો સાથે વાડીનાર પોલીસ દફતર પહોચી હતી અને આરોપી સામે ધી ઇન્ફોર્મશન ટેક્નોલોજી એક્ટ કલમ-૬૬(ઇ), ૬૬(સી), ૬૭ મુજબ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે સલાયા પીએસઆઈ ઝાલાએ તપાસ હાથ ધરી છે.