ક્ષતિગ્રસ્ત વેણુ બ્રીજ તૂટશે તો કોણ જવાબદાર, માર્ગ અને મકાન વિભાગ કે પોલીસ?

0
544

જામનગર : જામનગર જીલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. અમુક તાલુકાઓમાં તો જળબંબાકાર થઇ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં ઘોડા પુર વછુટ્યા હતા. જીલ્લાના જામજોધપુરમાં મોસમનો સો ટકા વરસાદ પડી ચુક્યો છે. આ વરસાદે માનવ તારાજી પણ સર્જી છે અને રોડ રસ્તાઓને પણ નુકસાની પહોચાડી છે. ત્રણ દિવસ પૂર્વે પડેલા ભારે વરસાદમાં તાલુકાના સિદસર ગામ નજીકના માર્ગ પરનો ખુજ જુનું પુલ ક્ષત્રીગ્રસ્ત બન્યો છે. જેને લઈને માર્ગ મકાન વિભાગે પોલીસ પર ઠીકરું ફોડવાનો પ્રયાસ કર્યો છે. આ તંત્રએ પોલીસને જાન કરી માર્ગ ડાયવર્ટ કરાવવા આગળ આવવાની વિનંતી કરી છે.

તાજેતરમાં રાજકોટમાં ઓવરબ્રીજની દીવાલ ધરાસાઈ થતા બે નાગરિકોના મોત થયા હતા. આવી જ ઘટના જામનગર જીલ્લામાં સર્જાય શકે છે કારણ કે છેલ્લા પાંચ દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે જામજોધપુર તાલુકામાં આવેલ રહ્ય ધોરી માર્ગ એક પર ગીંગણી સીદસર વચ્ચે આવેલ વેણુ બ્રીજ ઘસમસતા પૂરમાં ક્ષતિગ્રસ્ત થયો છે. વેણુ નદી  પર આવેલ રાજા શાહી વખતનો જુનો બ્રીજ  અતિભારે વરસાદમાં આવેલ પુરના કારણે બ્રીજના પિલરને નુકસાની પહોચી છે. જો કે પુલ ક્ષત્રીગ્રસ્ત બન્યો હોવા છતાં વાહન વ્યવહાર ચાલુ છે જે જોખમીરૂપ છે, આ બાબતને લઈને જામનગર માર્ગ અને મકાન વિભાગ કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા જીલ્લા પોલીસવડાને અગત્યનો પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં આ પુલ પરથી વાહનો પસાર ન થાય તેની કાળજી રાખવા વિનંતી કરવામાં આવી છે. અને આ પુલ પરના ટ્રાફિકને જામજોધપુર થી પાનેલી તરફ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે જામજોધપુર-ધ્રાફા-વાલાસણ પાનેલી રોડનો ઉપયોગ થઇ શકે એમ પણ તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ જેવી ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જો રાજકોટ જેવી ઘટના ઘટશે તો જેની સીધી જવાબદારી છે તે માર્ગ અને મકાન વિભાગ પોલીસને કરેલી રજૂઆત પર ઠીકરી ફોડી દેશે અને પોલીસ પણ ફિક્સમાં મુકાઈ જશે, પોતાની જવાબદારીમાંથી  છટકી જવા માર્ગ અને મકાન વિભાગે પાણી પેલા પાર બાંધી લીધી હોવાની પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

ખરેખર તો જવાબદાર તંત્રએ સાથે મળી આવનારી આફત ટાળવી જોઈએ અને જરૂરી પગલા ભરવા જોઈએ તો જ મોટી ઘટના ટાળી શકાશે અન્યથા મોટી ઘટના ઘટશે જ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here