જામનગરના પૂર્વ DDOએ બે અધિકારીઓને ‘મેથી પાક’ ચખાવડાવ્યો ?

0
944

જામનગર : જામનગર જીલ્લાના પૂર્વ ડીડીઓ અને હાલ દાહોદ જીલ્લા કલેકટર સામે ક્લાસ ટુ અધિકારીએ સંગીન આરોપ લગાવ્યા છે. તત્કાલીન જામનગર ડીડીઓએ બે અધિકારીઓને બંદુકના નાળચે ચેમ્બર અંદર બોલાવી, તેના અગંત સિક્યોરીટી ગાર્ડસ પાસે ઢોર માર મરાવ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ગઈ કાલની કથિત આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવાની છેક ગાંધીનગર સુધી માંગણી કરવામાં આવી છે. કેવી છે આ ઘટના ? આવો જાણીએ વિસ્તારથી

જામનગર જીલ્લાના પૂર્વ ડીડીઓ વિજય ખરાડી સામે તેની જ કચેરીની જમીન દફતરી શાખાના ડીસ્ટ્રીકટ ઈન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ (ડીઆઈએલઆર) ક્લાસ વન અધિકારી ગઈ કાલે એસએલઆરની અધ્યક્ષતામાં યોજાયેલ માસિક કર્મચારી મીટીંગમાં ભાગ લેવા ગયા હતા. ત્યારે  આ વર્ગ બે અધિકારી તથા તેની સાથેના હેડ કવાટર આસીસ્ટંટને કલેકટરના અંગત સિક્યોરીટી કર્મચારી બંદુકના નાળચે કલેકટરની ચેમ્બરમાં લઇ ગયા હતા. જ્યાં કલેકટરે વાણી વિલાસ આચરી, તેના અંગત સુરક્ષાકર્મી પાસે ઢોર માર મરાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે બંને અધિકારીઓએ રાજ્યના સેટલમેન્ટ કમિશ્નર તથા જમીન દફતર નિયામક સમક્ષ રજુઆત કરી, કલેકટર સામે પોલીસ ફરિયાદની કરવાની મંજુરી માંગી છે. આ રજૂઆતના પગલે જીલ્લાભરના અધિકારીઓમાં ચકચાર મચી જવા પામી છે. સુત્રોનું માનવામાં આવે તો અધિકારીઓએ કચેરી દ્વારા સોંપવામાં આવેલ કાયદાની અંદરમાં રહીને કરી હતી પરંતુ કાયદાથી પર રહીને કામગીરી નહી  કરવામાં આવતા કલેકટરનું હિત જોખમાયું હતું. જેને લઈને આ બનાવ બન્યો હતો.

ગાંધીનગર સુધી પહોચેલ આ પ્રકરણમાં ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવે તો સમગ્ર બનાવની સત્યતા સામે આવી શકે. બાકી આક્ષેપ અને પ્રતિઆક્ષેપ હમેશા દરેક કચેરીઓનો રોજીંદો પાર્ટ બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here