જામનગર : ચીનથી શરુ થયેલ કોરોનાની મહામારી વૈશ્વિક બની જતા સમગ્ર દુનિયાભરના અનેક દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે અને અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ચીનથી શરુ થયેલ આ મહામારી દરેક દેશમાં નવા બંધારણ સાથે સક્રિય થતી હોવાથી તેને નાથવી વધુ કપરી છે. ત્યારે કોરોનાને લઈને વધુ એક ચોકાવનારો કીસ્સ્સો જામનગરથી સામે આવ્યો છે જેમાં ગયા મહિને પોજીટીવ જાહેર થયેલ દર્દીએ કોરોનાને મ્હાત આપ્યા બાદ ફરીથી એ જ દર્દીને કોરોના પોજીટીવ આવ્યો છે.
જામનગરમાં કોરોનાનું લોકલ સંક્રમણ ખુબ વધ્યું છે. દરરોજ અનેક દર્દીઓ પોજીટીવ સામે આવી રહ્યા છે. ત્યારે જામનગરથી વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં જુન માસમાં જામનગર જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી સહીત ચાર દર્દીઓ સામે આવ્યા હતા. જેમાના એક મહિલા દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ જ મહિલામાં કોરોનાના લક્ષણ જણાતા ગઈ કાલે તેનો ફરીથી રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ મહિલા બીજી વખત પોજીટીવ જાહેર થઇ છે. જેને લઈને આરોગ્ય તંત્રની ચિકિત્સા સામે સવાલો ઉઠ્યા છે. પ્રથમ ૧૪ દિવસ કોવીડ હોસ્પીટલમાં સારવાર આપી અઠવાડીયાના સમય ગાળા માટે દર્દીને ખાનગી આઈસોલેટ કરવામાં આવતા હતા. આ બંને પીરીયડ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ જાહેર થતો હતો. પરંતુ અનલોક પીરીયડમાં કોવીડ હોસ્પિટલમાં સારવારનો ગાળો માત્ર પાંચ દિવસનો કરી નાખવામાં આવ્યો હતો. પાંચમાં દિવસે નેગેટીવ રીપોર્ટ આવતા દર્દીઓને રીલીવ કરાવી દેવામાં આવે છે. આવી રીતને લઈને આરોગ્ય તંત્ર ક્યાંકને કયાંક થાપ ખાઈ ગયું છે કે પછી અન્ય કોઈ પરિબળ કામ કરી ગયા છે ? તે આરોગ્ય તંત્ર જ કહી શકે.