ગુરુવાર : મોડી રાતથી સવાર સુધીની હાલારની ફ્રેસ અપડેટ્સ

0
633

જામનગર : મેઘરાજાની મહેર કેટલી કહેર સાબિત થઇ રહી છે એ હવે સામે આવી રહ્યું છે. જોડિયા-ધ્રોલ પંથકમાં ખેતરો અને ઉભો પાક ધોવાઈ ગયો છે. વીજ ઉપકરણો અને મશીનરીને લઈને વીજ કંપની અને માર્ગો ધોવાઇ જતા સરકારને અબજો રૂપિયાની નુકસાની પહોચી છે. તો બીજી તરફ રોગચાળો વધુ વિકરાળ બનતા કોરોનાના વધુ દર્દીઓ સામે આવ્યા છે…ગઈ કાલના દિવસ દરમિયાન સરકારી તંત્ર પુર હોનારતના નુકસાનના અંદાજમાં અને નાગરિકો વિસ્થાપિત કાર્યમાં રત રહ્યા હતા. આવો જોઈએ રાતથી અત્યાર સુધીની અપડેટસ…

(૧) બુધવારે સમગ્ર દિવસ દરમિયાન મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોની સામે સમગ્ર જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આખા દિવસમાં વાદળ છાયું વાતાવરણ છવાઈ રહ્યું હતું અને માત્ર ઝાપટીયો વરસાદ વરસ્યો હતો. જયારે આજે ગુરુવારે વહેલી સવારે ચાર થી છ વાગ્યાના ગાળામાં જોરદાર અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

(૨) સમગ્ર હાલારમાં અતિવૃષ્ટિમાં ભારે તારાજી વેરાઈ છે. ઉંડ એક અને બેના પાણી છોડવામાં આવતા ધ્રોલ અને જોડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી થઇ છે. અનેક ગામડાઓના ખેતરોના મોટા મોટા પારો તોડી ખેતરો સોસરવા પુર વહી જતા ઉભા પાકની સાથે ખેતરોના ખેતરો ધોવાઇ ગયા છે. તો દેવભૂમિ દ્વારકા જીલ્લ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં પણ વ્યાપક વરસાદે ઉભા પાકને નુકસાની પહોચાડી છે. કલ્યાણપુર પંથકમાં હજુ પણ અનેક ગામડાઓ બેટમાં ફર્વાયેલ છે.

(૩) કોરોનાનું સંક્રમણ સતત વધતું જ જાય છે એ મોટી ચિંતાનો વિષય છે. બુધવારે મોડી રાત્રે વધુ ચાર દર્દીઓ સામે આવ્યા છે જે તમામ દર્દીઓ ગ્રામ્ય પંથકના હોવાથી ચિંતાનો વિષય છે કારણ કે છેલ્લા ચાર દિવસથી ગ્રામ્ય પંથકમાં લોકલ સંક્રમણ વધ્યું છે. કોવિડ હોસ્પિટલમાં દાખલ પૈકીના ચાર દર્દીઓની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ ચારેય દર્દીઓ મોટી ઉમરના છે.

(૪) કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યાં કમળાની બીમારીએ એક દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં જામનગરમાં મેહુલનગર એસ.બી.શર્મા સ્કુલની સામે આશીષ એવન્યુ ૪૦૩માં રહેતા હિતેષભાઇ મોહનભાઇ રોલા નામના બાવન વર્ષીય પ્રૌઢને છ માસથી લાગુ પડેલ કમળાની બીમારી અંતે અંતિમ સ્વાસ સુધી સાથે રહી હતી. બીજી તરફ વરસાદના પગલે મલેરિયા જેવી બીમારી પણ વધવાની તંત્રએ ભીતિ સેવી છે.

(૫)  દેવભૂમિ દ્વારકા જીલ્લાની એક યુવતીના નામે ઇન્સ્ટાગ્રામમાં મોરબીના ઝીંઝુડા ગામના એક સખ્સે ફેક આઈડી બનાવી, આ આઈડીમાં કોઈ પણ ટેકનીકથી યુવતીના બીભત્સ ફોટા અપલોડ કરી તેણીને તથા તેના પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે મોરબીના સખ્સ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી શરુ કરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ માટે બોધપાઠ રૂપ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here