લાલબત્તી: 63 વર્ષીય વૃદ્ધે ઇન્સ્ટાગ્રામ પર પૌત્રી જેટલી ઉંમરની યુવતીઓને ફસાવી

0
2067

સોશિયલ મીડિયામાં મિત્રતાના નામે અનેક યુવતીઓ સાથે શારીરિક શોષણ થયા હોવાના અનેક બનાવો નજર સમક્ષ છે ત્યારે જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમની આવી જ એક ઘટના સામે આવી છે. જામજોધપુરના 63 વર્ષીય વૃદ્ધે પોતાના પૌત્રી જેવડી યુવતીઓને સોશિયલ મીડિયાના instagram પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવી, મિત્રતા કેળવી, ન્યુડ કોલિંગ કરાવી, બ્લેકમેલિંગ કર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે યુવતીઓને બ્લેકમેલિંગ કરનાર વૃદ્ધને પકડી પાડ્યો છે.

હાલ સોશિયલ મીડિયાના સૌથી પોપ્યુલર એવા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવી, કોલેજ જતી યુવતીઓ સાથે મિત્રતા કરી, વિશ્વાસમાં લઈ, ન્યુડ કોલિંગ કરાવી, ફોટા-વિડિઓની નકલ પોતાની પાસે રાખી, બ્લેકમેલિંગ કરતા અને જો યુવતી સંબંધો તોડી નાખે તો યુવતીના અંગત ફોટા વાયરલ કરી દેતા અને ધાકધમકી આપતા એક વૃદ્ધને સાયબર ક્રાઇમ પોલીસે પકડી પાડ્યો છે. જામજોધપુર તાલુકાના સીદસર ગામના રસિકલાલ નારણભાઈ વડાલીયા નામના 63 વર્ષીય વૃદ્ધને પોલીસે પકડી કાયદેસરની એફઆરઆઇ દાખલ કરી ધરપકડ કરી છે.આ વૃદ્ધ instagram ઉપર ફેક આઈડી બનાવતો હતો અને કાલાવડ તથા જામજોધપુર તાલુકાની કોલેજ કરતી યુવતીઓનું આઈડી શોધી તેને રિક્વેસ્ટ મોકલતો હતો. ત્યારબાદ મિત્રતા કેળવતો હતો, મિત્રતા કેળવ્યા બાદ પ્રેમ જાણમાં ફસાવી યુવતીઓના અશ્લીલ ફોટા વિડિયો મંગાવી, પોતાના મોબાઈલમાં સેવ કરી તથા સબંધ તોડી નાખવાની જો કોઈ યુવતીઓના પાડે તો સગા સંબંધીઓને મોકલી, વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, સંબંધ રાખવા માટે વૃદ્ધ મજબૂર કરતો હતો.

આ વૃદ્ધનો ભોગ બનેલ એક યુવતીએ જામનગર સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ સાઇબર ક્રાઇમ ના મહિલા કર્મચારીઓની વિશેષ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન ધોળકિયાની આગેવાની નીચે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં instagram પાસેથી આઈએસપી રિપોર્ટ મંગાવી તથા આઇપીડીઆરનું ટેકનીકલ એનાલિસિસ કરી આ ટીમ સીદસર ગામે પહોંચી હતી અને આરોપીની ઓળખ મેળવી આરોપીને દબોચી લીધો હતો. આ શખ્સના મોબાઈલમાંથી કોલેજ જતી બે થી ત્રણ યુવતીઓના અંગત ફોટા તથા વિડીયો મળી આવ્યા છે. આ વૃદ્ધનો કોઈ યુવતીઓ ભોગ બની હોય તો તેઓએ સાઇબર નો સંપર્ક કરવા સાઇબર ક્રાઇમ પોલીસ દફ્તર દ્વારા જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here